National News : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાન પરિષદ (Bihar Legislative Council)ની 8 સીટો માટે ચૂંટણી કાર્યક્રમ (Election Schedule)ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ 23 ઓક્ટોબર 2026 ના રોજ મતદાન યોજાશે, જ્યારે 27 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct)તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે.

Bihar Legislative Council ચૂંટણી કાર્યક્રમ અને મહત્વની તારીખો
ચૂંટણી પંચ (Election Commission)ના જણાવ્યા અનુસાર, 29 સપ્ટેમ્બરે ચૂંટણીનું વિધિવત નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો 6 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. 7 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 9 ઓક્ટોબર સુધી નામો પાછા ખેંચી શકાશે. ત્યારબાદ 23 ઓક્ટોબરે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તમામ વર્તમાન 8 સભ્યોનો કાર્યકાળ 16 નવેમ્બર 2026 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

30 જિલ્લાઓ અને 150 વિધાનસભા ક્ષેત્રોમાં વિસ્તરેલો ચૂંટણી જંગ
આ ચૂંટણી સામાન્ય ધારાસભ્ય ચૂંટણીથી અલગ હોય છે, જેમાં માત્ર નોંધાયેલા શિક્ષકો અને સ્નાતકો જ મતદાન કરી શકે છે. આ 8 બેઠકોનો વ્યાપ બિહારના આશરે 30 જિલ્લાઓ અને 150 વિધાનસભા ક્ષેત્રો સુધી ફેલાયેલો છે. તેમાંય ખાસ કરીને ‘કોસી સ્નાતક’ બેઠકનો વ્યાપ સૌથી મોટો છે, જે સહરસા, પુર્ણિયા, ભાગલપુર અને મુંગેર સહિત 14 જિલ્લાઓમાં વિસ્તરેલી છે. શિક્ષક અને સ્નાતક ક્ષેત્રના ઉમેદવારો માટે ભાજપ, જેડીયુ, કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે
આ પણ વાંચો :રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: UPની 10 અને ઉત્તરાખંડની 1 સીટ પર 16 ઓક્ટોબરે મતદાન
આ પણ વાંચો :UPની સ્કૂલમાં મહિલા શિક્ષિકાની હત્યા, CCTVમાં આરોપી શિક્ષિકાને પહેલા માળે લઈ જતો દેખાયો
