india news/ રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: UPની 10 અને ઉત્તરાખંડની 1 સીટ પર 16 ઓક્ટોબરે મતદાન

રાજ્યસભા ચૂંટણીની તારીખો (Rajya Sabha election dates) જાહેર થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની 10, ઉત્તરાખંડની 1 અને પશ્ચિમ બંગાળની 1 બેઠક પર 16 ઓક્ટોબરે મતદાન યોજાશે.

NATIONAL Top Stories India Trending
Rajya Sabha election dates Public

National News : દેશમાં રાજ્યસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની 10 અને ઉત્તરાખંડ (Uttarakhand)ની 1 રાજ્યસભા બેઠક માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ બેઠકો પર 16 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળની 1 રાજ્યસભા બેઠક પર પેટાચૂંટણી પણ આ જ દિવસે યોજાશે.

Rajya Sabha election dates : ચૂંટણીનું સંપૂર્ણ શિડ્યુલ અને સમીકરણો

રાજ્યસભા ચૂંટણી માટે 29 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અલ્ટીમેટમ તારીખ 6 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે, જ્યારે 7 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 9 ઓક્ટોબર સુધી ફોર્મ પાછું ખેંચી શકાશે. ઉત્તર પ્રદેશની જે 10 સીટો ખાલી થઈ રહી છે તેમાંથી હાલ 8 ભાજપ, 1 સપા અને 1 બસપા પાસે છે. સંસદીય અંકગણિત મુજબ UPમાં NDA પાસે આશરે 292 ધારાસભ્યો છે જેનાથી ભાજપ ગઠબંધન સરળતાથી 7 થી 8 બેઠકો જીતી શકે છે, જ્યારે 100થી વધુ ધારાસભ્યો ધરાવતી સમાજવાદી પાર્ટીના ખાતામાં 2 સીટો જવાની શક્યતા છે.

rajyasabha election

ઉત્તરાખંડ અને બંગાળની બેઠકનું ગણિત

ઉત્તરાખંડની 1 સીટ પર પણ સત્તાધારી ભાજપનું વર્ચસ્વ હોવાથી તે ભાજપના પાલે જઈ શકે છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ (WestBengal)માં TMC સાંસદ રુકમિણી મલિકે રાજીનામું આપતા ખાલી પડેલી 1 સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો પર 16 ઓક્ટોબરે મતદાન પૂરૂં થયા બાદ તુરંત પરિણામો જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો :કેટરીના કૈફની બોડી-શેમિંગ કરવા બદલ પાકિસ્તાની RJ એજાઝ વારિસે માંગી માફી

આ પણ વાંચો :જયા પ્રદાએ ‘ધ કપિલ શર્મા શો’માં ખોલ્યા બોલીવુડના મોટા રાજ

આ પણ વાંચો :‘મહાભારત’ના ભીમ સૌરવ ગુર્જરની ધરપકડ, મહિલા શોષણનો આરોપ