duplicate ghee/ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન પકડાયું

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હતું. એસ.ઓ.જી. ની ટુકડીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડી એક મહાજન શખ્સને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે.

Top Stories Gujarat

સાગર સંઘાણી-પ્રતિનિધિ જામનગર

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડી એક મહાજન શખ્સને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે અને તેના કબજા માંથી ૫૫૫ કિલો ડુપ્લીકેટ મનાતો ઘી નો જથ્થો કબજે કર્યો છે, અને એફએસએલ મારફતે લેબોરેટરી માં મોકલી આપ્યો છે. 555 કિલો નકલી ઘી ના જથ્થા સાથે એસ.ઓ.જી. ની ટિમ દ્વારા મહાજન શખ્સની પૂછપરછ હાથ ધરાઈ.

આ દરોડાની વિગત એવી છે કે એસ.ઓ.જી.ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા ચિરાગ મનસુખલાલ હરિયા નામના મહાજન શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનની અંદર બનાવટી ઘી તૈયાર કરવાનું અને તેનું ખાનગીમાં વેચાણ કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને આજે સવારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.  તે દરોડા દરમિયાન મકાનમાંથી ૧૫ કિલો, ૧૦ કિલો અને કિટલા સહિત ૫૫૫ કિલો ઘી નો જથ્થો મળી આવ્યો હતો.

આથી એસ.ઓ.જી. ની ટુકડીએ કુલ ૨,૬૫,૦૦૦ ની કિંમતનો નકલી ઘી નો જથ્થો કબજે કરી લીધો છે, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તેના સેમ્પલ મેળવીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ આવી ગયા પછી મહાજન શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :