રાજકોટ,
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવા માટે લાંબી લાઈનો જોવાં મળી જેના લીધી ખેડૂતો ખુબ જ પરેશાન થયા.
જણાવી દઈએ કે ફોર્મ ભરવાની મુદત સાવ ટૂંકી રાખવામાં આવેલ છે જેને લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી 8 અ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ બીજા દિવસે ફોર્મ ભરવા માટે સમય બગાડી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
જ્યારે આ યોજનાનો લાભ લેવાની છેલ્લી તારીખ 18-02- 2019 આપવામાં આવેલ છે જે ખૂબ જ ટૂંકી મુદત હોવાથી અનેક ખેડૂતો લાભ લેવાથી વંચિત રહી જાય છે જેથી આ યોજનાનો લાભ લેવા મુદત વધારવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.
