Surat/ દીકરીના લગ્ન માટે પૈસાની સગવડ ન થતાં પિતાએ આત્મહત્યા કરી

મૂળ મહારાષ્ટ્રનાં અનીસ રસોઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા’તા : પિતાએ પુત્રીના લગ્ન પહેલા જ આપઘાત કરતા પરીવારમાં માતમ

Gujarat Surat Trending

સુરત શહેરમાંથી આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી હોવાનું વધુ એક ઘટના સામે આવી છે. દીકરાના લગ્નના 15 દિવસ પહેલા પૈસાની સગવડ નહીં થતા પિતાએ ઝેરી દવા ગટગટાવી જીવ ટૂંકાવ્યો છે. પરિવારના મોભીનું મોત થઈ જતા પરીવારમાં માતમ છવાયો છે.

સુરત શહેરમાં ચાર દિવસ પહેલા જ સુરતના પાલનપુર પાટીયા પાસે એક એપાર્ટમેન્ટમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આત્મહત્યાના કરી લેતા ચકચાર મચાવી હતી ત્યારે ફરી આજે મૂળ મહારાષ્ટ્રનાં રહેવાસી અને કેટરર્સમાં રસોઈ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 35 વર્ષીય અનીસ શેખ નામના વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી હતી.

અનીસ શેખની દીકરીનું થોડા દિવસ પહેલા સગપણ નક્કી થયું હતું જેના કારણે પરીવારમાં ખુશીનો માહોલ હતો. બીજી તરફ લગ્ન ટાંણે જ રૂપિયા ન હોવાથી અનીશ ભાંગી પડ્યા હતા. પૈસાની સગવડની ટેન્શનમાં આજે અનીસ શેખે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

અનિશ શેખે ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારજનોને થતા તેને તાત્કાલિક અનિશને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ અનિશને મૃત જાહેર કર્યો હતો. દીકરીના લગ્નના પંદર દિવસ પહેલા જ પિતાએ આત્મહત્યા કરી લેતા પરિવાર ભાંગી પડ્યો હતો

મૃતક અનિશના ભાઈએ કહ્યું કે, ઘરમાં થોડી મગજમારી ચાલી રહી હતી. તેમજ 15 દિવસ બાદ તેની દીકરીનાં લગ્ન છે તેના ટેન્શનમાં આવી મેડીકલ પરથી ટ્યુબ લાવી પી લીધી હતી. જે બાદ મારી પાસે આવીને મને કહેલ કે મેં ટ્યુબ પી લીધી છે. તેમજ રાત્રે તેઓ પણ પીધી હતી. પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને Facebook, Twitter,  WhatsApp, Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.