Surat News/ ચકચારી પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા સામે એરેસ્ટ વોરન્ટ કાઢવા કોર્ટનો હુકમ : ડોન ફઝલુ રહેમાનની મુશ્કેલી વધી

કોર્ટની સુનાવણીમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી અને ડોન ફઝલુ ગેરહાજર રહેતા બંનેની મુશ્કેલીઓમાં વધારો થયો છે

Top Stories Gujarat Surat Breaking News

Surat News :  અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સામે એરેસ્ટ વોરન્ટ કાઢવાનો કોર્ટે હુકમ કર્યો છે. વર્ષ 2003 માં શિલ્પા શેટ્ટીએ પ્રફુલ સાડીની જાહેરાત કરવા માટે કરાર કર્યો હતો. જેમાં પૈસાની લેવડદેવડ મામલે વિવાદ થયો હતો. સુનંદા શેટ્ટીએ આ નાણાં કઢાવવા ડોન ફઝલુ રહેમાનને સોપારી આપી હોવાનો આરોપ છે.પ્રફુલ સાડી ખંડણી પ્રકરણ વર્ષ 2003થી સુરત કોર્ટમાં ચાલે છે, જેમાં આરોપી શિલ્પા શેટ્ટીના માતા-પિતા સહિત ડોન ફઝલુ રહેમાન છે.

જોકે, આજરોજ કોર્ટની સુનાવણીમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી અને ડોન ફઝલુ ગેરહાજર રહેતા બંનેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટ દ્વારા બંને વિરુદ્ધ અરેસ્ટ વોરંટ કાઢવા આદેશ કરવામાં આવ્યો છે અને કેસમાં આગળની કાર્યવાહી 11 એપ્રિલે કરવામાં આવશે.

સુરતની કોર્ટ તરફથી આરોપીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને આરોપીઓના વકીલોને પણ મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે, આરોપીઓ કોર્ટમાં હાજર રહે. આ કેસમાં મહત્વના પુરાવા તરીકે જે સીડી છે, તે પણ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવનાર હતી, તેથી તમામ આરોપીઓને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. આ સીડીમાં ફરિયાદીને જે ધમકી આપવામાં આવી હતી, તેમાં કોના અવાજ છે અને કોના નથી તે ચકાસવા માટે આરોપીઓનું હાજર રહેવું જરૂરી હતું. જોકે, આ પુરાવાને રજૂ કરતા સમયે કોઈપણ આરોપી હાજર ન રહેતા તે અંગે કોઈ વાત થઈ શકી નથી.

બીજીતરફ સરકારી વકીલ એ. ડી. પરમારે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે આરોપીઓ ગેરહાજર રહેતા કોર્ટ તરફથી બે આરોપી સુનંદા શેટ્ટી અને ફઝલૂ રહેમાન સામે અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે. બીજી બાજુ આરોપી ફઝલૂ રહેમાનના વકીલ અનીશ ખયાલીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર માસમાં ફઝલૂ રહેમાનની કાર્ડિયાક સર્જરી કરવામાં આવી હતી. અમદાવાદમાં સર્જરી કરાઈ હતી. અમે ડોક્ટરનું સર્ટિફિકેટ કોર્ટમાં મૂક્યું છે. તેઓ કોર્ટમાં હાજર રહી શકે એવી સ્થિતિમાં નથી.

સુરતના સાડીના વેપારી દ્વારા શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીએ ડોન ફઝલુ રહેમાનને 2 કરોડ રૂપિયા વસૂલવા અને ધમકી આપવા સોપારી આપ્યાનો આરોપ લગાવાયો હતો. વર્ષ 2003માં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પ્રફુલ્લ સાડીની જાહેરાત કરવા માટે કરાર કર્યો હતો, ત્યારબાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પ્રફુલ્લ સાડીઓના નિર્માતા વચ્ચે ચૂકવણીને લઈને વિવાદ થયો હતો.

પ્રફુલ સાડીનું સાડીઓના બજારમાં નામ હતું. શિલ્પા શેટ્ટી દ્વારા તેનો પ્રચાર કર્યા પછી આ કંપનીનો નફો વધ્યો હતો પરંતુ, જ્યારે શિલ્પા શેટ્ટી દ્વારા કરવામાં આવેલા પ્રચાર માટે પૈસા આપવાની વાત આવી તો પ્રફુલ સાડીના માલિક અને શિલ્પાના પિતા વચ્ચે મતભેદ થયો. આ અંગે વેપારી દેવકીનંદન અગ્રવાલનું વલણ ન બદલાતા શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી અને પિતા સુરેન્દ્ર શેટ્ટીએ પ્રફુલ સાડીના માલિક પાસેથી બે કરોડ રૂપિયા વસૂલવા માટે ડોન ફઝલુ રહેમાનને સોપારી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી.

હાલમાં ડોન ફઝલુ જામીન પર છે. વેપારી દેવજી નંદન અગ્રવાલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડોન ફઝલુ દ્વારા અલગ-અલગ 22 ફોન નંબર પરથી દુબઈ દુબઈથી ધમકી આપી હતી. આ કેસમાં ફઝલુ ઘણા સમયથી હાજર રહી શક્યો નહોતો. ઘણા સમય બાદ તે પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. તેના વિરુદ્ધ ફરિયાદી વેપારીએ કોલ રેકોર્ડની સીડી પણ કોર્ટમાં પુરાવા તરીકે કોર્ટમાં મૂકી હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી માતા સુનંદા શેટ્ટી, અશરફ અને ડોન ફઝલુ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુન્દ્રામાં AC કોમ્પ્રેસર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું મોત, માતા ગંભીર હાલતમાં

આ પણ વાંચો:ખાલિસ્તાની આતંકવાદીઓએ મહાકુંભ બ્લાસ્ટનો ઈ-મેલ મોકલીને કર્યો દાવો !

આ પણ વાંચો:સુરતના મોટા વરાછામાં તિજોરી બનાવવાના ગોડાઉનમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં ફફડાટ