Not Set/ ભાજપના આ નેતા લાંચ લેતા પકડાયા

નવસારી, નવસારીમાં ભાજપની વિચારધારા માનનારા સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. જલાલપોરના સુલતાનપુરમાં તળાવનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સરપંચે કોન્ટ્રાકટર પાસે રૂપિયા 15000 હજારની માંગણી કરી હતી. પરંતુ બન્ને વચ્ચે થોડીક રકઝક બાદ રૂ.10000 હજારમાં ડીલ નક્કી કરી હતી. જો કે આ સમગ્ર ઘટના અંગે કોન્ટ્રાકટરે LCB પોલીસને જાણ કરી હતી […]

India

નવસારી,

નવસારીમાં ભાજપની વિચારધારા માનનારા સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. જલાલપોરના સુલતાનપુરમાં તળાવનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સરપંચે કોન્ટ્રાકટર પાસે રૂપિયા 15000 હજારની માંગણી કરી હતી. પરંતુ બન્ને વચ્ચે થોડીક રકઝક બાદ રૂ.10000 હજારમાં ડીલ નક્કી કરી હતી. જો કે આ સમગ્ર ઘટના અંગે કોન્ટ્રાકટરે LCB પોલીસને જાણ કરી હતી અને LCB પોલીસે છટકું ગોઠવીને સરપંચ જયેશ હળપતિને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલીસે સરપંચ જયેશ હળપતિ વિરુદ્ઘ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.