Not Set/ જાની દુશ્મન કંગના અને કરણ એક શોમાં ભેગા થયા પછી શું થયું, જાણો ?

મુંબઈ, અભિનેત્રી કંગના રણોત અને કરણ જોહર વચ્ચેનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. બન્ને વચ્ચે બોલીવુડમાં ભાઈ-ભતીજાવાદને લઈને તકરાર થઈ હતી. ત્યારે હવે ફરી એકવાર કંગના અને કરણ વચ્ચે વાકયુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યુ છે. કંગનાએ પણ જુની દુશ્મની ભુલીને આ આમંત્રણને સ્વીકાર્યુ છે. પરંતુ જ્યારે કંગનાને પૂછવામાં આવ્યુ કે, કરણ પોતાના શોમાં મહેમાનોને શું પીવડાવે […]

Entertainment

મુંબઈ,

અભિનેત્રી કંગના રણોત અને કરણ જોહર વચ્ચેનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. બન્ને વચ્ચે બોલીવુડમાં ભાઈ-ભતીજાવાદને લઈને તકરાર થઈ હતી. ત્યારે હવે ફરી એકવાર કંગના અને કરણ વચ્ચે વાકયુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યુ છે.

કંગનાએ પણ જુની દુશ્મની ભુલીને આ આમંત્રણને સ્વીકાર્યુ છે. પરંતુ જ્યારે કંગનાને પૂછવામાં આવ્યુ કે, કરણ પોતાના શોમાં મહેમાનોને શું પીવડાવે છે? તો કંગનાએ હસતા હસતા જવાબ આપ્યો કે, કરણ પોતાના શોમાં આવતા મહેમાનોને ઝેર પીવડાવે છે.

આ શોમાં કંગના અને કરણ એકબીજા સાથે ખૂબ જ સહજ નજરે પડ્યા હતા. થોડા દિવસ પહેલા જ્યારે કરણને પુછવામાં આવ્યુ હતું કે, તે શું પોતાના શોમાં કંગનાને બોલાવવાનુ પસંદ કરશે. ત્યારે કંગનાએ જણાવ્યુ કે, જો ચેનલ તેને આમંત્રણ આપશે તો હું તેનુ સ્વાગત કરીશ. અમારુ દિલ દિલદાર છે, અમારા દરવાજા ખુલ્લા છે. જેને પણ આમંત્રણ અપાશે તેનુ સ્વાગત છે. અમે તેનુ પ્રેમ અને ઇજ્જતથી સ્વાગત કરીશું. ત્યારબાદ કંગનાએ આ શોમાં જોડાવાનુ આમંત્રણ સ્વીકાર્યુ હતું.