અમદાવાદમાં શાળા બંધના એલાનનો ફિયાસ્કો થયો છે. ફિ વધારો અને અન્ય બાબતોને લઈને કેટલાક વાલીઓ દ્વારા શાળા બંધનું એલાન અપાયું હતું. જોકે વહેલી સવારથી જ વાલીઓ તેમના બાળકોને લઈ શાળાઓ પર પહોંચી ગયા હતા. તો સ્કુલવાન અને રીક્ષાઓ પણ નિયત સમયે બાળકોને લઈ શાળાઓ પર પહોંચી ગઈ હતી. સવારથી જ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શાંતિપુર્ણ રીતે શરુ થયું હતું.
ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા શાળાઓના સંચાલકો ફિ મામલે કોઈ કાર્યવાહી ન કરતાં કેટલાક વાલીઓ દ્વારા શુક્રવારે શાળાઓ બંધ રાખવાનું એલાન આપ્યું હતું. શુક્રવારે સવારથી જ શાળાના સંચાલકો અને શિક્ષકો સહિતના કર્મચારીઓ શાળાઓમાં હાજર થઈ ગયા હતા.
વાલીઓ પણ તેમના સંતાનોને લઈ સવારે નિયત સમયે શાળાઓ પર પહોંચી ગયા હતા. જ્યારે સ્કુલ રીક્ષા અને સ્કુલવાનોનો રોડ પર ધમધમાટ શરુ થયો હતો. વાલીઓ પણ શાળા બંધના એલાનને અવગણીને બાળકોને લઈ શાળાઓ પર પહોંચી ગયા હતા. ઉત્તરાયણપર્વ હોવાથી કેટલીક શાળાઓ પર પતંગોત્સવના કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં બાળકોએ ઉત્તરાયણપર્વ ઉજવીને આનંદ મોળવ્યો હતો. મહત્વની બાબત એ છે કે શાળાઓમાં રોજની જેમ જ શૈક્ષણિક કાર્ય શરુ થયું હતું.
સ્કુલનાં સંચાલક એ જણાવ્યું કે, સવારની જેમ જ રેગ્યુલર શાળા ચાલતી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. આ ઘટના અચાનક જ થઈ હતી. અને તેના વિશે તરત જ પગલાં લેવા તે કેવી રીતે યોગ્ય છે. અમે આ વિશે પોઝીટીવ છીએ. અને બાળકોનું અહિત થાય તેવું ના થવું જોઈએ. અમે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેનો હલ નીકાળીશું.
બાળકોના ભવિષ્ય અંગે ચિંતિત વાલીઓએ શાળાબંધના એલાનનો બહિષ્કાર કરીને તેમના સંતાનોને શૈક્ષણિક કાર્યમાં જોડી દીધા હતા.અમદાવાદની એકપણ શાળામાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.વહેલી સવારથી જ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરુ થયું હતું.
શાળાના સંચાલકો અને બુધ્ધિજીવી લોકો એવું માને છે કે, ફિ વધારો અને અન્ય બાબતો અંગે સરકાર, શાળાના સંચાકલો અને વાલીઓએ સંયુક્તરીતે ચર્ચા કરવી જાઈએ. શાળા બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. કોઈ પણ સ્કુલ પર કોઈ દેખાવો ના કાર્યક્રમો થયા ન હતા. સમજુ વાલીઓએ શાળા બંધના એલાનથી દુર રહી તેમના સંતાનોને શાળા પર મોકલ્યા હતા. સવારથી શાંતિપુર્ણ વાતાવરણમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહેવા પામ્યું હતું.
