Vadodara News/ વડોદરામાં બે કર્મચારીઓને લાગ્યો વીજ કરંટ, ઘટના થઈ CCTVમાં કેદ

વડોદરામાં મકરપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટના બે કર્મચારીઓને વીજળીનો થાંભલો લગાવતા વખતે કરંટ લાગ્યો હતો. થાંભલો વીજ લાઈન પર અડી જતાં કરંટ લાગ્યો……

Gujarat

Vadodara News: વડોદરામાં બે કર્મચારીઓને વીજ કરંટ લાગતા દોડધામ મચી ગઈ હતી.  કર્મચારીઓને વીજ થાંભલો લગાવતા  કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કર્મચારીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વડોદરામાં મકરપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટના બે કર્મચારીઓને વીજળીનો થાંભલો લગાવતા વખતે કરંટ લાગ્યો હતો. થાંભલો વીજ લાઈન પર અડી જતાં કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે.  ઘટનાની જાણ થતાં તરત કર્મચારીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા દેવાઈ છે.

કમજોર દીલના માણસોએ આ વીડિયો જોવા નહી

વીજ કરંટથી બચવા શું કરશો?

તમારી શેરી, ઘરની બહાર એકદમ ખુલ્લા વાયર હોય, તો તમે 1912 પર કૉલ કરી શકો છો. આ માટે તમે વીજળી વિભાગની ઓફિસમાં જઈને વીજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓને અરજી પણ આપી શકો છો. જો ત્યાં કોઈ સુનાવણી ન થાય તો તમે જિલ્લા મેજિસ્ટ્રેટના નામે અરજી લખી શકો છો. આ સિવાય શેરીઓમાં ખુલ્લા વાયરો હટાવવા અંગે સીએમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકાય છે.

વ્યક્તિને જે વાયર દ્વારા વીજ કરંટ લાગ્યો હોય તેની સાથે જોડાયેલ સ્વીચને તરત જ બંધ કરવી. જો વ્યક્તિની ઉપર કોઈ વાયર હોય, તો તેને લાકડાની અથવા પ્લાસ્ટિકની લાકડીથી અલગ કરો. ધ્યાન રાખો કે લાકડાની કે પ્લાસ્ટિકની લાકડી ભીની ન હોવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો

આ પણ વાંચો:પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

આ પણ વાંચો:રાજ્યમાં સરદાર સરોવર ડેમ છલોછલ, ધરોઈ ડેમ 60% ખાલી