અમૃતસર,
પંજાબના અમૃતસરમાં શુક્રવાર સાંજે યોજાઈ રહેલા રાવણ દહન દરમિયાન થયેલી એક ટ્રેન દુર્ઘટનાને લઈ માતમ છવાયો છે. હકીકતમાં, અમૃતસરના ચૌડા બજાર પાસે જયારે રાવણ દહન ચાલી રહ્યું હતું, ત્યારે લોકો ટ્રેનના પાટા પર ઉભા રહીને દહન જોઈ રહ્યા હતા.
જો કે આ સમયે અચાનક જ જલંધરથી અમૃતસર જઈ રહેલી એક ટ્રેન ફૂલ ઝડપે ધસી આવી હતી અને પાટા પર ઉભેલા લોકોને કચડતી જઈ હતી.
कल #Amritsar में #रावण दहन के समय हुई #AmritsarTrainAccident अत्यंत दुखद है।इस #AmritsarTragedy के असली #Ravan का सच सामने आना चाहिए।#AmritsarTrainAccident की जवाबदेही तय होनी चाहिए ताकि पिड़ित के परिजनों न्याय मिल सके।#PunjabTrainMishap @capt_amarinder @sherryontopp @PMOIndia pic.twitter.com/fs5aM4DSgS
— Priyank Dev (@iPriyankDev) October 20, 2018
માત્ર ૧૦ થી ૧૫ સેકન્ડમાં અંદાજે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે આવી રહેલી ટ્રેને પોતાની ઝપેટમાં ઉભેલા તમામ લોકોને લઈ પાડ્યા હતા, ગણતરીની મિનિટોમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગંભીર દુર્ઘટનામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. જો કે અ આંકડો હજી આગળ વધવાની સંભાવના છે.

બીજી બાજુ આ ગંભીર ઘટનાને લઈ રેલ્વે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાસ્થળે ઉપસ્થિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ટ્રેનની સ્પીડ ખુબ વધુ હતી, જયારે ભીડભાડની સ્થિતિને જોતા ડ્રાઈવર દ્વારા ટ્રેનની ઝડપ ધીમી કરવી જરૂરી હતી.
