IT વિભાગના દરોડા/ આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો

વડોદરાના અન્ય એક જૂથ પ્રકાશ કેમિકલ પર પણ આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે. તપાસના અંતે મોટાપાયે દલ્લો મળી આવે તેવી શકયતા છે.

Top Stories Gujarat Vadodara
આવકવેરા વિભાગ
  • વડોદરાઃ બે કેમિકલ ગ્રુપ પર ITના દરોડા
  • નંદેસરીમાં શિવપ્રકાશ ગોયલ, જય પ્રકાશ ગોયલને ત્યાં દરોડા
  • અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ પર પણ દરોડા
  • માલિક દિલીપ શાહ, મનીષભાઈ શાહને ત્યાં તપાસ
  • ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટમાં દરોડા
  • ગાંધીધામ ભીમાસરમાં આવ્યો છે એક પ્લાન્ટ
  • દિલ્હી, વડોદરા, કચ્છ કુલ 30 જગ્યાએ દરોડા

આવકવેરા વિભાગે દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના બે મોટા કેમિકલ ગ્રૂપ પર ITના દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગ વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રૂપની શોધમાં છે. વડોદરાના અન્ય એક જૂથ પ્રકાશ કેમિકલ પર પણ આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે. તપાસના અંતે મોટાપાયે દલ્લો મળી આવે તેવી શકયતા છે.

પાનોલી ઇન્ડસ્ટ્રીની ઓફીસમાં વાર્ષિક હિસાબોની તપાસ થઇ રહી છે. તેમજ સ્ટાફને બહાર મોકલી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તથા નંદેસરી જીઆઇડીસીમાં તમામ કંપનીઓ આવેલી છે. પોલીસ બંદોબસ્ત સાથે આઇટીની ટિમ પહોંચી છે. વડોદરામાં કેમિકલ કંપનીઓમાં ITના દરોડા પડતા અન્ય કંપની માલિકોમાં ફફટાડ વ્યાપી ગયો છે.

દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત30 થી વધુ જગ્યા પર કેટલાક વેપારીઓ કરચોરી અને રાજકીય ભંડોળ માટે આવકવેરા રડાર પર મળી આવ્યા હતા. જે બાદ આવકવેરા વિભાગે અહીં દરોડા પાડ્યા છે. ત્યાર બાદ જ ખબર પડશે કે કેટલા બેનામી ટ્રાન્ઝેક્શન છે અને કેટલા ગેરકાયદે દસ્તાવેજો છે. કંપનીએ કેવા પ્રકારના વ્યવહારો કર્યા છે. આ તમામ બાબતોની માહિતી એક-બે દિવસમાં મળી જશે. જો કે હાલમાં આઇટી વિભાગ તમામ સ્થળોએ ચેકિંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો:ગુજરાતના ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથે પકડાયા, પતિની એન્ટ્રી થતા MLAએ ભાગવું પડ્યું….

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

આ પણ વાંચો:વડોદરામાં આઇસરેની ટક્કરથી કારનો થયો કચરઘાણ, ત્રણના ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય યોગ દિને 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની સીએમની જાહેરાત