ભાવનગર/ ST ડેપોની મહિલા કન્ડક્ટરને યુવકે વાળ પકડી માર્યો માર,વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

આ આખી ઘટનાનો વીડિયો ત્યાં આવેલા એક મુલાકાતીએ ઉતારી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Gujarat Others
Untitled 534 ST ડેપોની મહિલા કન્ડક્ટરને યુવકે વાળ પકડી માર્યો માર,વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

રાજયમાં  રોજબરોજ  આવા કેસો વધતા જોવા મળી રહ્યા  છે. ત્યારે એવામાં જ પાલિતાણા એસટી ડેપોમાં મહિલા ઉત્પીડનની ઘટનાનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમા પ્રેમી યુવક મહિલા કન્ડક્ટરના વાળ પકડીને માર મારતો દેખાય છે. તે દરમિયાન કચેરીમાં બેઠેલા અિકારીઓ પણ આ અંગે યુવકને કાંઇ કહેતા નથી. આ યુવક મહિલાને અપશબ્દો પણ બોલી રહ્યો છે.

આ પણ  વાંચો;ગુજરાત / ગુજરાત યુનિવર્સિટી અને GTUની પરીક્ષાની તારીખો બદલાઈ

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાના એસટી ડેપોમાં એક મહિલા કંન્ડક્ટર તરીકેની ફરજ બજાવે છે. આ મહિલા પોતાની ફરજ દરમિયાન કચેરીમાં બેઠી હતી. ત્યારે એક યુવક ત્યાં આવીને મહિલાને ખૂબ જ અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન કચેરીમાં અન્ય અધિકારીઓ પણ હાજર હતા. થોડી વાર બાદ મહિલા કંઈ કહેવા માટે ઊભી થઇ તો યુવકે મહિલા પર હુમલો કર્યો હતો અને વાળ પકડી મહિલા પાસે રહેલી બેગ તેના માથામાં મારી હતી. ત્યાર બાદ તેણે મહિલાને લાફા માર્યા હતા.

આ પણ વાંચો ;ગૃહવિભાગ દ્વારા જાહેરનામુ /  દિવાળીનાં તહેવારોમાં ફટાકડાનો સમય નક્કી કરાયો,રાત્રે 8થી 10 વચ્ચે ફોડી શકાશે ફટાકડા

અધિકારીઓની નજર સામે જ ઘટના ઘટી રહી હોવા છતાં તેમણે મહિલાને બચાવવા માટે કાંઇ જ કર્યું ન હતુ. જોકે, આ આખી ઘટનાનો વીડિયો ત્યાં આવેલા એક મુલાકાતીએ ઉતારી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.આ અંગે પાલિતાણાના એસટી ડેપોના કાર્યવાહક ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મહિલા કન્ડકટર અને હુમલો કરનાર યુવક તેનો પ્રેમી છે. તેમની વચ્ચે કોઇ બાબત અંગે ઝઘડો થયો હતો તેમજ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો ઈનકાર કર્યો હતો. જેથી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહોતી પરંતુ બંને વચ્ચે સમાધાન થઇ ગયુ છે.