Not Set/ લોકરક્ષક પેપર લીક : પરીક્ષાર્થીઓએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પૂતળું સળગાવ્યું

ગુજરાત સરકાર દ્વારા આજે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયના કારણે રાજ્યમાં ઠેર-ઠેર પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકરક્ષક ભરતીનું પેપર લીક થવાને મામલે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે રાજ્ય ભરમાં લોકરક્ષક દળની ભરતીની […]

Top Stories Gujarat Others
BK Replica લોકરક્ષક પેપર લીક : પરીક્ષાર્થીઓએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પૂતળું સળગાવ્યું

ગુજરાત સરકાર દ્વારા આજે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયના કારણે રાજ્યમાં ઠેર-ઠેર પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે.

બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકરક્ષક ભરતીનું પેપર લીક થવાને મામલે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે રાજ્ય ભરમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી. પેપર લીક થવાના મામલે પરીક્ષાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષાર્થીઓ અજાણ્યા શહેરમાં રઝળી પડ્યા હતા.

દુર દુરથી આવેલા વિદ્યાર્થીઓને ઘરે જવાનું કહેવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ ફેલાયો હતો. રોષને લઇને ભરતી સમિતિનાં અધ્યક્ષ વિકાસ સહાયે માફી માંગી હતી. અને આગામી એક મહિનામાં પરીક્ષા યોજાશે તેમ જણાવ્યુ હતું.