Not Set/ સુરત:અંધશ્રધ્ધામાં આધેડનું મોત,ભૂત ભગાડવા આધેડની છાતી પર કૂદયો પરિવાર

સુરત, સુરતના કતારગામ વિસ્તારમાં અંધશ્રદ્ધામાં પરિવાર જ આધેડનો યમ બની ગયો હતો. આધેડમાં પ્રવેશેલા ભૂતને ભગાડવા માટે પત્ની પુત્ર પુત્રીઓ અને પુત્રવધુ આધેડની છાતી પર ચઢી કુદયા અને આધેડનું પ્રાણ પાંખેરૂ ઉડી ગયું. સુરતના કતારગામ વિસ્તારના વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કાનજ પ્રજાપતિને વળગણ થયું હોવાનું વહેમ રાખી તેની પત્ની હંસા અને ત્રણ પુત્રો તેમજ એક સગી […]

Top Stories Gujarat Surat
Supersitition 630 630 સુરત:અંધશ્રધ્ધામાં આધેડનું મોત,ભૂત ભગાડવા આધેડની છાતી પર કૂદયો પરિવાર

સુરત,

સુરતના કતારગામ વિસ્તારમાં અંધશ્રદ્ધામાં પરિવાર જ આધેડનો યમ બની ગયો હતો. આધેડમાં પ્રવેશેલા ભૂતને ભગાડવા માટે પત્ની પુત્ર પુત્રીઓ અને પુત્રવધુ આધેડની છાતી પર ચઢી કુદયા અને આધેડનું પ્રાણ પાંખેરૂ ઉડી ગયું.

સુરતના કતારગામ વિસ્તારના વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કાનજ પ્રજાપતિને વળગણ થયું હોવાનું વહેમ રાખી તેની પત્ની હંસા અને ત્રણ પુત્રો તેમજ એક સગી પુત્રી સહિત પુત્રવધુએ મેલી વિદ્યા કરી ભૂત ભગાડવા વિધિ શરૂ કરી હતી.

કાન્જી ભાઈને પહેલા તો કંકુ વાળું પાણી પાઈને જમીન પર સુવડાવી દીધા હતા. ત્યારબાદ ત્રણ પુત્રો અને પત્ની તેમની છાતી પર ચઢી કુંડવા મંડ્યા હતા. પરિવાર ના 6 સભ્યો કાનજી ભાઈની છાતી પર કુદયા અને તેમનું બરોળ અને ફેફસા ફાટી ગયા હતા.

પરિવારે પહેલા તો તેમને સારવાર માટે લાઇ ગયા પણ પોલીસને ખબર પડી જતા તેમનું પડજતા મોત થયું હિવાનું ટ્રાગુ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હકીકત બહાર આવતા જ ભાંડો ફૂટી ગયો અને પરિવારની અંધશ્રદ્ધા સામે આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.