Not Set/ મારી નાંખશે મોંઘવારી, સીએનજી-પીએનજીમાં ભાવમાં આવી ગયો વધારો

 નવી દિલ્હી, સરકારે કુદરતી ગેસના ભાવમાં  ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાના કારણે સીએનજી અને ઘરોમાં રાંધવા માટે ઉપયોગમાં લેવાતી પીએનજી બન્ને મોંઘા બનશે. આ ઉપરાંત વિજળી અને યુરિયા ઉત્પાદનના ભાવમાં પણ વધારો થશે. ભારતમાં ઉત્પાદિત થતા કુદરતી ગેસના ભાવ સરકારે ૨.૮૯ ડોલર પ્રતિ એમબીટીયુથી વધારીને ૩.૦૬ ડોલર પ્રતિ એમબીટીયુ કરી દીધા છે. […]

Top Stories
png hike મારી નાંખશે મોંઘવારી, સીએનજી-પીએનજીમાં ભાવમાં આવી ગયો વધારો
 નવી દિલ્હી,
સરકારે કુદરતી ગેસના ભાવમાં  ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાના કારણે સીએનજી અને ઘરોમાં રાંધવા માટે ઉપયોગમાં લેવાતી પીએનજી બન્ને મોંઘા બનશે. આ ઉપરાંત વિજળી અને યુરિયા ઉત્પાદનના ભાવમાં પણ વધારો થશે. ભારતમાં ઉત્પાદિત થતા કુદરતી ગેસના ભાવ સરકારે ૨.૮૯ ડોલર પ્રતિ એમબીટીયુથી વધારીને ૩.૦૬ ડોલર પ્રતિ એમબીટીયુ કરી દીધા છે. જે બે વર્ષની સૌથી ઊંચી કિંમત છે જેનાથી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થશે.
આ વધારો ૧ એપ્રિલથી લાગુ પડશે જે ૬ મહિના સુધી યથાવત રહેશે. પેટ્રોલિયમ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ પરિપત્ર મુજબ  કુદરતી ગેસના ભાવ ૧ એપ્રિલથી ૩.૬ ડોલર પ્રતિ એમબીટીયુ થશે  આ ઉપરાંત સમુદ્રમાંથી નીકળતા ગેસનુ પ્રમાણ ૭.૬ ટકા વધારીને ૬.૭ ડોલર પ્રતિ એમબીટીયુ કરી દેવાયુ છે.
નવા ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા ફોર્મ્યુલા પર આધારીત હશે. કુદરતી ગેસના ભાવ વધવાના કારણે ઓએનજીસી, રીલાયન્સ જેવી ગેસ ઉત્પાદક કંપનીઓની આવકમાં વધારો થશે. સાથે જ સીએનજી અને પાઈપ મારફતે ઘરે પહોંચનાર પીએનજીના ભાવમાં પણ વધારો થશે.
સીએનજી અને પીએનજી બનાવવા માટે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થાય છે. એક અનુમાન મુજબ ૧ એપ્રિલથી સીએનજીના ભાવમાં ૫૦થી ૫૫ પૈસા અને પીએનજીના ભાવમાં ૩૫થી ૪૦ પૈસા પ્રતિ ધન મીટરમાં વધારો થશે. મહત્વનુ છે કે ભારતમાં સીએનજી અને પીએનજીના ભાવ  દર ૬ મહિને નક્કી કરવામાં આવે છે.
ભારત પોતાની કુલ જરુરીયાતનો ૫૦ ટકાથી વધુ ગેસ વિદેશથી આયાત કરે છે.  વિદેશથી આયાત થતા ગેસની કિંમત સ્થાનિક ગેસ કરતા લગભગ બમણી છે. મહત્વનુ છે કે, સતત બીજી વખત ગેસના ભાવમાં વધારો કરાયો છે. આ સાથે જ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૬ બાદ ગેસના ભાવ સૌથી  ઊંચી સપાટીએ પહોંચ્યા