Not Set/ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવાની અરજી કરી હતી

Top Stories
anil desmukh મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી ઓછી થતી જોવાતી નથી , મની લૉન્ડરિંગના કેસમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં રાહત નથી મળી. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવાની અરજી દાખલ કરી હતી. કોર્ટે આ વિશે કહ્યું હતું કે કાનૂની જોગવાઈ મુજબ જ કાનૂની ઉપાય કરી શકાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ અનિલ દેશમુખ સામે મની લૉન્ડરિંગની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોતાની સામેની કાર્યવાહીથી બચવા માટે અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ વખત ઈડીએ અનિલ દેશમુખ અને તેમના પુત્ર હૃષીકેશને સમન્સ મોકલ્યા હોવા છતાં તેઓ એક પણ વખત હાજર થવાને બદલે પોતાના વકીલોને મોકલ્યા હતા. તેમની સામે ૧૦૦ કરોડ રૂપિયાના કહેવાતા ભ્રષ્ટાચાર અને વસૂલી સંબંધી રૅકેટમાં મની લૉન્ડરિંગ કાયદા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. આને લીધે અનિલ દેશમુખે ગૃહપ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

આ મામલામાં ઈડીએ અનિલ દેશમુખનાં મુંબઈ અને નાગપુરનાં કેટલાંક સ્થળે તેમના સંબંધીઓને ત્યાં દરોડા પાડીને કેટલાક પુરાવા મેળવ્યા હતા. એના આધારે બાદમાં તેમના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પર્સનલ અસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ કર્યા બાદ એના આધારે સીબીઆઇએ તેમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધી હતી. ઈડીએ અનિલ દેશમુખ અને તેમના પરિવારની ૪.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.