ગુજરાત પોલીસની વ્યથા/ સરકાર બાંહેધારી આપશે કે ‘મોંઘવારી નિયંત્રણમાં આવશે’ !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા અસહમત પોલીસકર્મીઓ

IPS નું દબાણ છત્તાં ત્રણ દિવસથી પોલીસ કર્મીઓ પગાર વધારાની એફિડેવિટમા સહી કરવા અસહમત

Top Stories Gujarat Others
h5 2 સરકાર બાંહેધારી આપશે કે 'મોંઘવારી નિયંત્રણમાં આવશે' !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા અસહમત પોલીસકર્મીઓ
  • IPS નું દબાણ છત્તાં ત્રણ દિવસથી પોલીસ કર્મીઓ બાંહેધરી પત્રમાં સહી કરતા નથી
  • પગાર વધારાની એફિડેવિટમા સહી કરવા 50 ટકા પોલીસ કર્મીઓ અસહમત
  • કચ્છમા તો 90 ટકા પોલીસ કર્મીઓએ સહીઓ કરીને રીતસરનો વિરોધ નોંધાવ્યો
  • માત્ર પોલીસ પાસે જ એફિડેવિટ કરાવવાનો નિર્ણય ખોટો : પોલીસ કર્મીઓ

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પે આપવાની વાત વેગવાન બનાવવામાં આવી છે. જોકે સરકાર દ્વારા પગાર વધારાની વાત સ્વીકારી નવો ગ્રેડ પે 1લી ઓગષ્ટથી લાગુ કરવાની વાત કરી હતી. જો કે આ મુદ્દે હજુ પણ પોલીસ પરિવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.  IPS અધોકારીઓનું દબાણ હોવા છતાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ કર્મીઓ બાંહેધરી પત્રમાં સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે. પગાર વધારાની એફિડેવિટમાં સહી કરવા માટે 50 ટકા કરતાં વહુ પોલીસ કર્મીઓ પોતાની અસહમતી વિકટ કરી ચૂક્યા છે. તો કચ્છમાં તો 9  ટકા પોલીસ કર્મીઓએ સહી નહીં કરવા માટે એક પત્ર બહાર પાડી તેમાં વિવિધ પોલીસ કર્મીઓની સહી કરવી રહ્યા છે. પોલીસ કર્મીઓ માત્ર પોલીસ પાસે જ સહી કરાવવાના નિર્ણયને ખોટો ઠેરવી રહ્યા છે.

ggggggg%20 સરકાર બાંહેધારી આપશે કે 'મોંઘવારી નિયંત્રણમાં આવશે' !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા અસહમત પોલીસકર્મીઓ

ggggggg%20%202%20 સરકાર બાંહેધારી આપશે કે 'મોંઘવારી નિયંત્રણમાં આવશે' !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા અસહમત પોલીસકર્મીઓ

સરકાર દ્વારા ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં નીચે મુજબ વધારો કરવામાં આવ્યો હતો. 

ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો
અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો
હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો
પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો
અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ 63 હજાર 660 હતો
વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો
પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો
અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો
હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો
ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો
અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો
હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો

જો કે પોલીસ કર્મીઓ આ વધારાનો વિરોધ કરી રહ્યા છે. અને વોટ્સ-એપ સહિતના સોશિયલ મીડિયા માં ‘અમારે નથી જોઈતા ભથ્થા અને નથી આપવું એફિડેવિટ- લખી ગુજરાત પોલીસના સિમ્બોલ સાથે વિરોધ નોધાવી રહ્યા છે. સીંગતેલ, ગેસ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, શાળા ફી નોટબૂકો  સહિતની વસ્તુઓના પાંચ વર્ષના ભાવનો તફાવત મુકી એવો સવાલ ઉભો કરાયો છે કે, ‘બોલો, સરકાર બાંહેધરીપત્રક માગે છે, મોંઘવારી નિયંત્રણનો સરકાર આપશે બાંહેધરીપત્રક?’. જેવા સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે.

રાજ્યના કોન્સ્ટેબલથી લઈને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના અંદાજે એક લાખ પોલીસ કર્મચારીઓમાં ભવિષ્યમાં કોઈ પ્રકારના લાભ, ભથ્થાં મેળવવા દાવો નહીં કરવાના એફિડેવિટ સામે પોલીસ કર્મીઓમાં આક્રોશ જોવા મળી રહયો છે.  પોલીસ કર્મચારીઓને ઓગષ્ટ મહીનાથી જ ભથ્થાં ચૂકવાશે તેવી જાહેરાત ઠરાવ સાથે કરવામાં આવી છે. પરંતુ, ભથ્થાં મેળવવા સાથે ભવિષ્યમાં કોઈ લાભ કે ભથ્થા મેળવવા દાવો નહીં કરવાના બાંહેધરીપત્રક પર સહી પણ કરાવવામાં આવી રહી છે. જેનો પોલીસ કર્મીઓ વિરોધ કરી રહ્યા છે. જે એફિડેવિટ કરવાની થાય છે તેની વિગતો જાહેર થતાં જ પોલીસ કર્મચારીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.

પોલીસ તંત્ર એક શિસ્ત બદ્ધ એકમ ગણાય છે. ત્યારે પોલીસ કર્મીઓ અન્ય કર્મચારીઓની માફક જાહેરમાં પોતાની માંગણીઓ માટે આંદોલન કરી શકતા નથી. પરંતુ તેમણે આ એફિડેવિટ ના નામે સહી કરવામાં આવતો બાંહેધરી પત્ર પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવો લાગી રહ્યો છે. 29 ઓગષ્ટના પત્ર અનુસાર ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે.

child trafficking /  વડોદરા રેલ્વે સ્ટેશનથી બાળકોની તસ્કરી કરતું દંપતી ઝડપાયું, બાળકીનો કબ્જો લેવાયો