Not Set/ #વરસાદ: પાંચ દિવસની આગાહીથી તંત્ર એલર્ટ પર, ગુજરાતમાં વરસાદનો રેપિડ રાઉન્ડ શરૂ

રાજ્યમાં ભારે વરસાદને લઇને પાંચ દિવસ માટે આગાહી કરવામા આવી છે હવામાન ખાતા દ્રારા  દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવામા આવી રહી છે. ભારે વરસાદની આગાહી અને સંભાવનાં વચ્ચે આગામી 5 દિવસ માટે રાજ્યનું સરકારી તંત્ર એર્લટમાં આવી ગયું છે. […]

Top Stories Ahmedabad Gujarat Surat Others
rain1 #વરસાદ: પાંચ દિવસની આગાહીથી તંત્ર એલર્ટ પર, ગુજરાતમાં વરસાદનો રેપિડ રાઉન્ડ શરૂ

રાજ્યમાં ભારે વરસાદને લઇને પાંચ દિવસ માટે આગાહી કરવામા આવી છે હવામાન ખાતા દ્રારા  દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવામા આવી રહી છે. ભારે વરસાદની આગાહી અને સંભાવનાં વચ્ચે આગામી 5 દિવસ માટે રાજ્યનું સરકારી તંત્ર એર્લટમાં આવી ગયું છે. તંત્ર દ્રારા માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેને લઇને પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો
ના ખેડવા પણ સુચના અપાઇ છે. સાથે જ હળવાથી ભારે વરસાદની શકયતા વચ્ચે ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવામા આવે છે. સંઘ પ્રદેશ દમણ, સેલવાસમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જીલ્લા ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદનાં સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. સમગ્ર જિલ્લા સવારથી જ વાદળ છાયુ વાતાવરણ જોવામા આવી રહ્યું છે. અંધારેલા વાદળોથી અંધારપટ જોવા મળી રહ્યો છે. જીલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી ખાતે નોંધાયો છે.વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદનાં આંકડા જોવામા આવે તો વલસાડ 25 મી.મી, વાપી 74 મી.મી, પારડી 16 મી.મી, ઉમરગામ 10 મી.મી, ધરમપુર 21 મી.મી, કપરાડા 23 મી.મી વરસાદ નોંધવામા આવ્યો છે.

rainy cloud #વરસાદ: પાંચ દિવસની આગાહીથી તંત્ર એલર્ટ પર, ગુજરાતમાં વરસાદનો રેપિડ રાઉન્ડ શરૂ

ઉત્તર-મધ્ય ગુજરાત

મુંબઇ અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવામા આવી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઈડર 6 મી.મી, ખેડબ્રહ્મા 4 મી.મી, પોશીના 4 મી.મી, વિજયનગર 2 મી.મી, હિંમતનગર 5 મી.મી, તલોદ 2 મી.મી, પ્રાંતિજ 8 મી.મી, વડાલી 5 મી.મી વરસાદ નોંધાયેલ છે. ત્યારે સમગ્ર સિઝનનો કુલ 1296 મી.મી વરસાદ નોંધવામા આવ્યો છે. દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ ઠેરઠેર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

મુંબઇ

ગુજરાતની સાથે સાથે  આજે વહેલી સવારે માયાનગરી મુંબઇનાં દક્ષિણ મુંબઇ અને ઉપનગરોમાં વરસાદ પડયો હતો. વરસાદને લીધે નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે લોકલ ટ્રેન સેવાને કોઇ અસર થઇ નહોતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.