Not Set/ લોકસભા ચુંટણી: આજે બીજેપીની બેઠક, જાહેર થઇ શકે છે પ્રથમ લિસ્ટ

દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 માટે જ્યાં ઘણા પક્ષોએ ઘણા ઉમેદવારોનું નામ લગભગ ફાઇનલ કરી દીધા છે.તો ત્યાં જ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) આ રેસમાં કંઈક પાછળ જોવા મળી રહી છે. મનોહર પર્રિકરના  અચાનક નિધનના કારણથી ભાજપના કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક સોમવારે રદ કરવામાં આવી હતી એન આ બેઠકને હવે મંગળવારે કરવામાં આવશે. બેઠક પછી લોકસભાની […]

Top Stories India Trending
rap લોકસભા ચુંટણી: આજે બીજેપીની બેઠક, જાહેર થઇ શકે છે પ્રથમ લિસ્ટ

દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 માટે જ્યાં ઘણા પક્ષોએ ઘણા ઉમેદવારોનું નામ લગભગ ફાઇનલ કરી દીધા છે.તો ત્યાં જ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) આ રેસમાં કંઈક પાછળ જોવા મળી રહી છે. મનોહર પર્રિકરના  અચાનક નિધનના કારણથી ભાજપના કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક સોમવારે રદ કરવામાં આવી હતી એન આ બેઠકને હવે મંગળવારે કરવામાં આવશે. બેઠક પછી લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ સામે આવી શકે છે. તેમાં લગભગ 100 નામ હોવાની શક્યતા છે.

માહિતી મુજબ, પ્રથમ લિસ્ટમાં પહેલા અને બીજા તબક્કાના લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. પહેલા અને બીજા તબક્કા (11 અને 18 એપ્રિલ) માં કુલ 188 બેઠકો પર ચૂંટણી થવાની છે. જણાવી દઈએ કે આ પહેલા શનિવાર અને રવિવારે પણ પક્ષનું લાંબું મંથન ચાલ્યું હતું. પરંતુ રવિવારે માત્ર અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશના વિધાનસભાઓ માટેના ઉમેદવારોની લિસ્ટ જારી કરી.

ઘણા નામો પર લાગી ચુકી છે મોહર!

અત્યાર સુધી થયેલા મંથનમાં કેટલાક મોટા નામો પણ ફાઇનલ હોવાની માહિતી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથ સિંહ લખનઉથી ચૂંટણી લડશે. પહેલા તેમની લખનઉની જગ્યાએ ગૌતમબુદ્ધ નગરથી ચૂંટણી લડવાની માહિતી પણ સામે આવી રહી હતી. તો ત્યાં જ મહારાષ્ટ્રમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીનું નામ નાગપુર માટે ફાઈનલ કરવામાં આવ્યું છે. પાર્ટીના દિવંગત નેતા પ્રમોદ મહાજનની દીકરી પૂનમ મહાજન મુંબઇ નોર્થ સેન્ટર અને કિરીટ સોમૈયાને મુંબઈ નોર્થ ઇસ્ટથી ઉતારવામાં આવશે.

આ લોકોનું ચુંટણી લડવાનું ફાઈનલ નથી..

ઉમા ભારતી ભલે ચૂંટણી ન લડવાની વાત કહી ચુકી છે, પરંતુ હાલ પાર્ટીએ આના પર નિર્ણય કર્યો નથી.શાહનવાજ હુસૈનના નામ પર પણ કોઈ પણ સહમતિ બની શકી નથી.તેમને અગાઉ ભાગલપુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે લગભગ 8 હજાર મતથી હારી ગયા હતા. આ વખતે ભાગલપુર સીટ જેડીયુને આપવામાં આવી છે. આ વાતની પણ પ્રબળ શક્યતા છે કે શાહનવાજ હુસૈનને ચૂંટણી લડવામાં આવશે નહીં.તો નવાદા સીટ એલજેપીમાં જવાથી ગીરીરાહ સિંહ નારાજ છે. તેમને મનાવીને બેગસુરાયથી લડવા પર વિચારણા થઈ રહી છે.