Ahmedabad/ અંગદાન એ મહાદાન, બ્રેઇનડેડ પતિના અંગોએ  ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

અંગદાન એ મહાદાન, બ્રેઇનડેડ પતિના અંગોએ  ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

Top Stories Ahmedabad Gujarat
ramol 4 અંગદાન એ મહાદાન, બ્રેઇનડેડ પતિના અંગોએ  ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ફક્ત દસ દિવસના ટૂંકાગાળામાં SOTTO અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજીવાર અંગદાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાના ટૂંકા ગાળામાં બીજી વખત સફળ અંગદાન કરાવવામાં આવતા 3 લોકોને નવજીવન મળ્યું છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલા એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. સમાજના ભણેલા-ગણેલા, સમજદાર – શિક્ષિત અને સાધનસંપન્ન લોકોનું માથું પણ શરમથી ઝૂકી જાય તેવું માનવસેવાનું કામ એક પત્નીએ પતિ માટે કર્યું છે. અમદાવાદમાં આવેલા બાપુનગરના રહેવાસી 48 વર્ષીય શૈલેષભાઈ કે જેમનો 2 જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમના જુદા જુદા રીપોર્ટ બાદ તેમને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફના પ્રયાસો બાદ બ્રેઇનડેડ એવા શૈલેષભાઈના પરિવારજનોએ તેમના અંગોનાં પ્રત્યારોપણ માટે સંમતિ આપતા 3 લોકોને નવજીવન મળ્યું છે.

  • શૈલેષ ભાઈને 2 જાન્યુઆરીએ અકસ્માત
  • સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા
  • રીપોર્ટ બાદ જાહેર તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા

શૈલેષભાઈ પટેલના પરિવારજનો દ્વારા લેવાયેલ અંગદાનના નિર્ણયને સમગ્ર ગામે પણ બિરદાવ્યું છે. શૈલેષભાઈના અંગો થકી બે કિડની અને એક લીવર એમ કુલ ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે તો સાથે જ શૈલેષભાઈની બે આંખો મંજૂશ્રી કમ્પાઉન્ડ સ્થિત આંખની હોસ્પિટલમાં રાખવામાં આવી. જે આગામી સમયમાં આંખોની જરૂરીયાત હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે.

સામાન્ય પરિવારના એવા શૈલેષભાઈના બે સંતાનો છે, જેમાંથી એક દીકરી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે 18 વર્ષનો એક પુત્ર છે, શૈલેષભાઈના પત્ની રેખાબેન કે જેઓએ અંગદાન માટેની સંમતિ આપી, તેઓએ સંમતિપત્ર પર અંગૂઠો લગાવી 3 લોકોના જીવનમાં ખુશીઓ લાવી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…