Not Set/ હરિયાણામાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ પ્રમુખ પાર્ટીનાં આક્ષેપોથી કંટાળીને બોલ્યા, મને ગોળી મારી દો

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસમાં અંદરો અંદર ઘણા વિવાદોનાં વંટોળ શરૂ થઇ ગયા છે. તાજેતરમાં જ હરિયાણા કોંગ્રેસમાં પડેલું ભંગાણ સામે આવ્યુ છે. કોંગ્રેસ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ અશોક તંવરે હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીનાં પરાજય માટે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો. અશોક તંવરએ કોંગ્રેસ દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપો પર પોતાનો […]

Top Stories India
22 04 2018 ashoktanwaraaaa હરિયાણામાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ પ્રમુખ પાર્ટીનાં આક્ષેપોથી કંટાળીને બોલ્યા, મને ગોળી મારી દો

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસમાં અંદરો અંદર ઘણા વિવાદોનાં વંટોળ શરૂ થઇ ગયા છે. તાજેતરમાં જ હરિયાણા કોંગ્રેસમાં પડેલું ભંગાણ સામે આવ્યુ છે. કોંગ્રેસ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ અશોક તંવરે હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીનાં પરાજય માટે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો.

અશોક તંવરએ કોંગ્રેસ દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, “જો તમે મને ખતમ કરવા માંગતા હોવ તો મને ગોળી જ મારી દો.” પાર્ટીનાં હરિયાણા પ્રભારી ગુલામ નબી આઝાદે નવી દિલ્હીમાં મંગળવારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હાજર પાર્ટીનાં એક નેતાએ દાવો કર્યો કે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનાં નીકટનાં ધારાસભ્યોએ તંવરને નિશાન બનાવ્યા છે. વિધાયકોએ રાજ્યમાં પાર્ટીની લોકસભાની 10માંથી એક પણ બેઠક ન જીતવા પર હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનની માંગણી કરી છે. આ મુદ્દે તંવરનો ગુરુવારે સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું કે જ્યાં સુધી પાર્ટી અધ્યક્ષ અને પાર્ટી નેતૃત્વ ઈચ્છે ત્યાં સુધી તેઓ કોંગ્રેસને મજબુત કરવાનું કામ કરતા રહેશે. કોંગ્રેસ પાર્ટીનાં એક નેતાએ જણાવ્યું છે કે બેઠકમાં રાજ્ય કોંગ્રેસનાં તમામ 17 ધારાસભ્યોએ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ તથા વર્તમાન ધારાસભ્ય કુલદીપ શર્માએ કરનાલ લોકસભા સીટ પર ખરાબ પ્રદર્શન માટે તંવરને જવાબદાર ઠેરવ્યાં છે.

કોંગ્રેસનાં હરિયાણા પ્રભારી ગુલાબ નબી આઝાદ દ્વારા બોલાવવામાં આવેલી બેઠક બાદ આ મુદ્દાએ વધુ વેગ પકડ્યો છે. અહી વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસનાં ખરાબ પ્રદર્શન પર અશોક તંવરને જવાબદાર ઠેરવ્યા બાદ શર્મા અને તંવર વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. શર્માએ તંવર ઉપર હાલમાં જ કરનાલમાં આયોજીત રાજ્ય શાખાની બેઠકમાં તેમને નહીં બોલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેના પર તંવરે કહ્યું કે તેમણે ફોન ઉપાડ્યો નહતો. આ વાદ-વિવાદ વચ્ચે હુડ્ડાનાં સમર્થકોએ પ્રદેશ શાખાનાં નેતૃત્વ પરિવર્તનની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવાની જરૂર છે ત્યારે પાર્ટીની અંદર આ પ્રકારનાં વાદ-વિવાદો ઉભા થતા રહે તો ચૂંટણી કેવી રીતે જીતી શકાય તે એક મોટો સવાલ બન્યો છે. આપને જણાવી દઇએ કે, ગણતરીનાં મહિનાઓમાં હવે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. કહેવાય છે કે આઝાદે બેઠકમાં કહ્યું કે હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનનો કોઈ પણ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે.