Not Set/ રાજકોટ/ મગફળીની અધધધ 125000 ગુણીની આવક, ભાવથી ખેડૂતોમાં સંતોષ

સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રને મગફળીનુ પીઠુ ગણવામાં આવે છે. તે એમ જ ગણવામાં આવે છે એવું બિલકુલ નથી, અને આ વાત આજે મગફળીની સૌરાષ્ટ્રનાં કેપીટલ સમા રાજકોટ યાર્ડમાં નોંધવામાં આવેલ આવક દ્વારા સાબિત થઇ ગયું છે. જી હા, રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક જવા લાગી છે. ગઈકાલે મગફળીની અધધધ 125000 ગુણીની આવક નોંધવામાં આવી હતી. […]

Top Stories Rajkot Gujarat
magafali રાજકોટ/ મગફળીની અધધધ 125000 ગુણીની આવક, ભાવથી ખેડૂતોમાં સંતોષ

સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રને મગફળીનુ પીઠુ ગણવામાં આવે છે. તે એમ જ ગણવામાં આવે છે એવું બિલકુલ નથી, અને આ વાત આજે મગફળીની સૌરાષ્ટ્રનાં કેપીટલ સમા રાજકોટ યાર્ડમાં નોંધવામાં આવેલ આવક દ્વારા સાબિત થઇ ગયું છે. જી હા, રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક જવા લાગી છે. ગઈકાલે મગફળીની અધધધ 125000 ગુણીની આવક નોંધવામાં આવી હતી.

magafali.jpg1 રાજકોટ/ મગફળીની અધધધ 125000 ગુણીની આવક, ભાવથી ખેડૂતોમાં સંતોષ

જાણે કે, મગફળીનું વેચાણ કરવા ખેડૂતોમાં પડાપડી સર્જાઇ હોય તેમ મગફળીની માર્કેટીંગ યાર્ડમાં આવક થતા સમગ્ર માર્કેટીંગ યાર્ડ મગફળીથી છલોછલ ઉભરાયું હતું. આપને જણાવી દઇએ કે, 750 થી 970 સુધીનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. અને ભાવ મામલે હાલ ખેડૂતોમાં સંતોષ જોવમાં આવી રહ્યો છે. મગફળીની છેલ્લા બે દિવસની આવક જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં મગળફીની આવકમાં વધું વધારો નોંધવામાં આવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.