Not Set/ હોળીના તહેવારમાં આ સ્થાને થાય છે 500 વર્ષ જૂની પરંપરાનું પાલન

અમદાવાદ, હોળીનો તહેવાર વિવિધ સ્થળો પર જુદી જુદી રીતે ઉજવાય છે જોકે દરેક સ્થળે રંગો રમવાનું પ્રાધાન્ય તો છે ખાસ કરીને મથુરા અને રાધાના ગામ બરસાનાનો હોળી ઉત્સવ દેશમાં લોકપ્રિય છે. કેટલાક સ્થળે  ફૂલ તો કેટલાક સ્થળે રંગ તો વળી કયાંક લઠ્ઠ એટલે લાકડીથી હોળી ઉત્સવ ઉજવાય છે.  તેમજ હોળિકા જેમ આગમાં  રાખ થઈ ગયા […]

Uncategorized
rap 1 હોળીના તહેવારમાં આ સ્થાને થાય છે 500 વર્ષ જૂની પરંપરાનું પાલન

અમદાવાદ,

હોળીનો તહેવાર વિવિધ સ્થળો પર જુદી જુદી રીતે ઉજવાય છે જોકે દરેક સ્થળે રંગો રમવાનું પ્રાધાન્ય તો છે ખાસ કરીને મથુરા અને રાધાના ગામ બરસાનાનો હોળી ઉત્સવ દેશમાં લોકપ્રિય છે. કેટલાક સ્થળે  ફૂલ તો કેટલાક સ્થળે રંગ તો વળી કયાંક લઠ્ઠ એટલે લાકડીથી હોળી ઉત્સવ ઉજવાય છે.  તેમજ હોળિકા જેમ આગમાં  રાખ થઈ ગયા હતા અને પ્રહલાદ ભગવાનના આશીર્વાદથી બચી ગયા હતા. તે રીતે કેટલાક સ્થાને  હોળીની આગમાં કૂદવાની પણ પરંપરા છે તો ચાલો હોળીનો તહેવાર નજીક છે ત્યારે એ વિશે જાણીએ.

આ રીતે પૂર્ણ થાય છે બળતી હોળીમાં કૂદવાની પ્રણાલી

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરાથી આશરે ચાલીસેક કિલોમીટર દૂર  ફાલેન ગામમાં આ રીતે હોળી ઉજવાય છે. અહીં આ ખાસ પરંપરા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ ગામમાં આ પ્રણાલી છેલ્લી 5 સદીઓથી ચાલી આવે છે અહીં હોલિકા દહનનું વિશેષ મુહ્રુત કાઢવામાં આવે છે. અને પૂજારી  તેજ મુર્હુતમાં હોળીના આગમાં કૂદીને બહાર નીકળે છે. આ પરંપરામાં હજી સુધી કોઇને ઇજા નથી થઈ કે કોઈ દાઝ્યું નથી ,તેવો ગ્રામિણોનો દાવો છે.

અહીં ભક્ત પ્રહલાદનું મંદિર તેમજ પ્રાચીન કુંડ છે.  અહીં પહેલા મંદિરના પૂજારી સ્નાન કરે છે. અને પછી હોલિકાની આગમાં કૂદીને બહાર નીકળે છે.  ત્યાર બાદ પંડા અહીં અનુષ્ઠાન કરાવે છે. અને ત્યાર બાદ પંડા પણ પોતે કુંડમાં સ્નાન કરે છે.  જો કોઈ પૂજારી આ વિધી કરવા અસમર્થ હોય તો  તે પોતાની પૂજાની માળા મંદિરમાં મૂકી દે છે. અને તે માળા જે લે છે તે આ સંપૂર્ણ વિધી કરે છે.

ફાલેના ગામમાં આ દિવસ મેળા જેવો હોય છે લોકો દૂરદૂરથી અહીં આ વિધી જોવા આવે છે.  વિદેશના મહેમાન પણ આ પરંપરા જોવા માટે આવે છે.

પૂજારી કરે છે ખાસ તૈયારી

હોળીમાં કૂદવાની તૈયારી કરવા માટે  પૂજારી હોળાષ્ટક બેસે ત્યારથી તૈયારી કરે છે. અને હોળીના 8 દિવસ પહેલા અન્નનો ત્યાગ કરે છે.  હોળીની ગરમ અને બળતી આગ પાસે ઉભા રહીને પૂજા કરવી અશક્ય છે  તે તમે જાણતા જ હશો. ત્યારે  આ રીતે હોળીમાં કૂદવું બહુ મોટી વાત છે.

હોળીકા જે રીતે ભત્રીજા પ્રહલાદને લઇને ખોળામાં બેઠી હતી કારણ કે તેને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં.  પરંતુ તેમાં હોળિકાનો નાશ થયો હતો અને ભક્ત પ્રહલાદ બચી ગયા હતા. તેથી  સૌ શુદ્ધ હૃદયથી આ પ્રથાને અનુસરે છે.