Interim Budget 2024/ નાણામંત્રી નિર્મલા સીતારમણ ‘ભારતના લોકો આશા અને આશાવાદ સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે’, બજેટ ભાષણમાં કહી મહત્વની વાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરી રહી છે. ભારત આગામી સમયમાં મોટી અર્થવ્યવસ્થા બનશે તેવી આશા વ્યક્ત કરી.

Top Stories Union budget 2024 Business
YouTube Thumbnail 93 નાણામંત્રી નિર્મલા સીતારમણ 'ભારતના લોકો આશા અને આશાવાદ સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે', બજેટ ભાષણમાં કહી મહત્વની વાતો

આજે  નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે. આજે 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા નિર્મલા સીતારમણે 58 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમણે કહ્યું કે ‘ભારતના લોકો આશા અને આશાવાદ સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે’. 2014થી અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થા ક્રમશ: વધી રહી છે. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરી રહી છે. ફુગાવાનો દર પણ મર્યાદામાં છે. 2014 થી 2023 સુધીમાં ભારતમાં FDI $596 બિલિયન હતું, જે અગાઉની સરકાર કરતાં બમણા કરતાં વધુ છે. સરકાર સફળતાપૂર્વક અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારી રહી છે.

આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના રહેશે. તમામ આશા અને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આયુષ્માન ભારત યોજનાની વ્યૂહરચના અંગે તાલીમ આપવામાં આવી રહી છે. કોવિડને કારણે પડકારો હોવા છતાં, પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ મકાનોનું નિર્માણ ચાલુ રહ્યું અને અમે 3 કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ. પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઉભી થયેલી જરૂરિયાતને પહોંચી વળવા આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. અમારી સરકાર આર્થિક નીતિઓને અનુસરશે જે વૃદ્ધિને પ્રોત્સાહન આપે અને ટકાવી રાખે, સમાવેશી અને ટકાઉ વૃદ્ધિ આપે, ઉત્પાદકતામાં સુધારો કરે, બધા માટે તકો ઊભી કરે, તેમની ક્ષમતાઓને વધારવામાં અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરે. પૂર્ણ કરવા માટે સંસાધનોના ઉત્પાદનમાં યોગદાન આપે.

Union Interim Budget 2024: Full text of Nirmala Sitharaman's Budget speech  | Business News - The Indian Express

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના વિશે જણાવ્યું હતું કે 78 લાખ સ્ટ્રીટ વેન્ડરોમાંથી ઘણાને ત્રીજી વખત લોન મળી છે. પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારી સરકાર પરંપરાગત કારીગરોને મદદ કરી રહી છે. વિકલાંગ હોય કે ટ્રાન્સજેન્ડર, અમારી સરકારની યોજનાઓ કોઈને પાછળ છોડતી નથી. દેશભરના 11.8 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળી રહ્યો છે. 54 લાખ યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે ત્રણ હજાર નવા આઈટીઆઈ ખોલવામાં આવ્યા. મોદી સરકારની ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે ઘણો વિરોધ છતાં ત્રણ તલાક કાનૂન લાગુ કરી મહિલાઓની સુરક્ષાને મહત્વ આપ્યું. આ સાથે સંસદમાં મહિલા માટેનું આરક્ષણ બિલ પસાર કરી મહિલાઓની પ્રતિભાને સમ્માન આપ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે અમારી સરકાર ગરીબી દૂર કરવામાં સફળ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીના શાસનમાં 25 કરોડ લોકોની ગરીબી દૂર થઈ છે. અમારી સરકારો ઉદેશ્ય સામાજિક ન્યાય જાળવવાનો રહેલો છે. સરકાર સર્વાંગી અને સર્વસમાવેશ વિકાસ સાથે કામ કરી રહી છે. અમારી સરકાર ગરીબવર્ગની સાથે મધ્યમ વર્ગ અને મહિલા વર્ગ જે સમાજનો મુખ્ય પાયો ગણાય છે તેનું પણ ધ્યાન રાખી રહી છે. જે અંતર્ગત મહિલા સાહસિકો માટે 30 કરોડ મુદ્રા યોજના ઋણ તેમજ ખેડૂતોને 11.8 કરોડની સહાય કરશે. આગામી સમયમાં લોકસભા ચૂંટણીને લઈને આજે વચગાળાનું બજેટ રજૂ થઈ રહ્યું છે. આ ચૂંટણી પછી નવી સરકાર રચાયા બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠુ બજેટ રજૂ કરી રેકોર્ડ બનાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: