Interim Budget/ લખપતિ દીદી યોજનાથી મહિલાઓ બની આત્મનિર્ભર

2023માં એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની હતી. જ્યારે વર્ષ 2024માં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્ય પહેલા પ્રતિ વર્ષ 2 કરોડ હતો, તો આ વર્ષે વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે.

Top Stories India Business
YouTube Thumbnail 2024 02 01T140234.055 લખપતિ દીદી યોજનાથી મહિલાઓ બની આત્મનિર્ભર

Interim Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2024-25 માટે લખપતિ દીદી યોજનાને (Lakhpati Didi Scheme ) લઈ મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓ આર્થિક રીતે સશક્ત (Women Empowerment) થાય તે અંગે સંકલ્પ લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટ (Budget) રજૂ કરતી વખતે લખપતિ દીદી સ્કીમને લઈ મોટી જાહેરાત કરી છે. 15મી ઓગસ્ટ, 2023ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. 2023માં એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની હતી. જ્યારે વર્ષ 2024માં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્ય પહેલા પ્રતિ વર્ષ 2 કરોડ હતુ તો આ વર્ષે વધારીને 3 કરોડ કરવામાં આવ્યું છે.

નાણામંત્રીએ જણાવ્યું છે કે વર્ષ 2023માં કુલ 9 કરોડ મહિલાઓ સશક્ત થઈ હતી. ભાજપની મોદી સરકારે મહિલાઓ પર ખાસ ધ્યાન આપ્યું છે. જેમાં લખપતિ દીદી યોજના આનો જ ભાગ છે. લખપતિ યોજનાથી  મહિલાઓના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે. તેઓ પોતે જ વેપાર કરીને આર્થિક રીતે મજબૂત બની છે. એટલું જ નહિં, નરેન્દ્ર મોદી સરકારે આંગણવાડી કાર્યક્રમોને પણ પ્રોત્સાહિત કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટઆ પણ વાંચોઃInterim Budget 2024/ આ ચાર જાતિઓ પર સરકારનું ફોકસ : નિર્મલા સીતારામન

 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ