Corruption in India/ ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, 85માથી 93મા ક્રમે પહોંચ્યો; આ પાડોશી દેશ 26માં સ્થાને છે

વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ વિશે માહિતી આપતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો 180 દેશોનો ભ્રષ્ટાચાર અહેવાલ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 01 31T020937.105 ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, 85માથી 93મા ક્રમે પહોંચ્યો; આ પાડોશી દેશ 26માં સ્થાને છે

વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ વિશે માહિતી આપતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો 180 દેશોનો ભ્રષ્ટાચાર અહેવાલ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ભારતમાં 2022ની સરખામણીએ 2023માં ભ્રષ્ટાચાર વધ્યો છે. સંસ્થાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023માં ભારત ભ્રષ્ટાચાર પર્સેપ્શન ઈન્ડેક્સમાં 93મા સ્થાને આવી ગયું છે, જ્યારે એક વર્ષ પહેલા 2022માં તે 85મા સ્થાને હતું. 180 દેશોની આ રેન્કિંગમાં, નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે, જ્યારે 180માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.

ભારતના પડોશી દેશોની શું સ્થિતિ છે?

ભારતના પડોશી દેશોની વાત કરીએ તો, ભૂટાન 26માં સ્થાને છે અને દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે. આ યાદીમાં ચીન 76માં સ્થાને છે અને અહીં પણ 2022ની સરખામણીએ 2023માં ભ્રષ્ટાચાર વધ્યો છે. ભારતનો અન્ય એક પાડોશી દેશ શ્રીલંકા આ યાદીમાં 115માં નંબર પર છે, જેનો અર્થ એ છે કે અહીં ભારત કરતાં વધુ ભ્રષ્ટાચાર છે. આ યાદીમાં નેપાળ 108માં નંબર પર છે, પાકિસ્તાન 133માં નંબર પર, બાંગ્લાદેશ 149માં નંબર પર છે જ્યારે અફઘાનિસ્તાન 162માં નંબર પર છે. આમ, ભૂટાન અને ચીનને બાદ કરતાં મોટાભાગના પાડોશી દેશોમાં ભારત કરતાં વધુ ભ્રષ્ટાચાર છે.

ડેનમાર્કમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે

જો આપણે સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોની વાત કરીએ તો ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. આ પછી ફિનલેન્ડ બીજા, ન્યુઝીલેન્ડ ત્રીજા, નોર્વે ચોથા અને સિંગાપુર પાંચમા ક્રમે છે. સિંગાપોર એકમાત્ર એશિયન દેશ છે જે આ યાદીમાં ટોપ 10માં સામેલ છે. જ્યારે ટોપ 20ની વાત કરીએ તો સિંગાપોર સિવાય એશિયામાંથી માત્ર હોંગકોંગ અને જાપાન જ છે. સોમાલિયા વિશ્વમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે અને આ દેશ યાદીમાં 180મા ક્રમે છે. સોમાલિયા ઉપરાંત વેનેઝુએલા, સીરિયા, દક્ષિણ સુદાન, યમન અને ઉત્તર કોરિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોમાં સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર/અયોધ્યાને મળી નવી આઠ ફલાઇટ,આ શહેરોમાંથી નિયમિત ફલાઇટ ઉડાન ભરશે

આ પણ વાંચો:INDIAN NAVY/ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન,શ્રીલંકાના જહાજને ચાંચિયાઓથી બચાવ્યું

આ પણ વાંચો:મદ્રાસ હાઇકોર્ટ/મંદિર બહાર બોર્ડ લગાવી દો, ગેરહિન્દુઓનો પ્રવશે પ્રતિબંધ- મદ્રાસ હાઇકોર્ટ