Politics/ પરપ્રાંતિય મજૂરોનું પલાયન શરૂ થયા બાદ રાહુલ ગાંધીએ સરકારને કરી આ માંગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશનાં ભૂમિગત મુદ્દાઓ પર સરકારને સવાલો કરતા રહે છે. આજે ફરી એકવાર રાહુલ ગાંધીએ ટ્વીટ મારફતે કહ્યું કે, કોરોના વાયરસ સંકટને કારણે શહેરોમાંથી સ્થળાંતર કરનારા પરપ્રાંતિય મજૂરોનાં બેંક ખાતામાં પૈસા મૂકવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે.

Top Stories India
123 47 પરપ્રાંતિય મજૂરોનું પલાયન શરૂ થયા બાદ રાહુલ ગાંધીએ સરકારને કરી આ માંગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશનાં ભૂમિગત મુદ્દાઓ પર સરકારને સવાલો કરતા રહે છે. આજે ફરી એકવાર રાહુલ ગાંધીએ ટ્વીટ મારફતે કહ્યું કે, કોરોના વાયરસ સંકટને કારણે શહેરોમાંથી સ્થળાંતર કરનારા પરપ્રાંતિય મજૂરોનાં બેંક ખાતામાં પૈસા મૂકવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે.

અસલી હીરો / બાળકનો જીવ બચાવનારા મયુર શેલ્ખેને તેની બહાદુરી બદલ 50 હજારનું ઇનામ આપવામાં આવ્યું

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘પરપ્રાંતિય મજૂરો ફરી એકવાર સ્થળાંતર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેઓ તેમના બેંક ખાતાઓમાં નાણાં નાખે. પરંતુ, કોરોના વાયરસ ફેલાવવા માટે જનતાને દોષી ઠેરવતી સરકાર શું આવું જન સહાયક પગલું ભરશે?’ દેશભરમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. બીજી તરફ, રાજધાની દિલ્હીમાં-દિવસીય લોકડાઉન લાગુ થવાની જાહેરાત બાદ સેંકડો પરપ્રાંતિય મજૂરોએ સ્થળાંતર શરૂ કરી દીધુ છે. સોમવારે સાંજે આનંદ વિહાર બસ ટર્મિનલ પર સ્થળાંતર કરનારાઓની ભીડ એકત્રીત થઈ હતી, જેના કારણે રાજધાનીમાં અનેક સ્થળોએ ભારે ટ્રાફિક જામ થયો હતો. સેંકડો પરપ્રાંતિય મજૂરો બસ સ્ટોપ પર કલાકો સુધી રાહ જોતા હતા.

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું હતું કે, “કોવિડ રોગચાળાની તીવ્રતા જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે સરકારે લોકડાઉન જેવા કડક પગલા ભરવા પડશે, પરંતુ પરપ્રાંતિય કામદારોને ફરી એકવાર પોતાની સ્થિતિ પર છોડી દેવામાં આવ્યા છે.” શું આ તમારી યોજના છે? નીતિઓ આવી હોય જે સૌનું ખ્યાલ રાખે” પ્રિયંકાએ સરકારને લખ્યું કે, ‘ગરીબ, મજૂર, શેરી વિક્રેતાઓને રોકડ સહાયની જરૂર છે. કૃપા કરી તે કરો.” જણાવી દઇએ કે, ગયા વર્ષે દેશભરમાં લોકડાઉન થયું હતું ત્યારે પણ સ્થળાંતર મજૂરોનાં આવા જ ચિત્રો બહાર આવ્યા હતા. ત્યારે કામદારોએ પગપાળા અથવા સાયકલ દ્વારા તેમના ઘરે જવાનું નક્કી કર્યું હતું.

પરીક્ષા રદ / ICSE બોર્ડે 10 માં ધોરણની પરીક્ષા કરી રદ, 12 માં ધોરણની પરીક્ષાનો નિર્ણય જૂનમાં લેવાશે

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનાં ભયજનક આંકડાની વચ્ચે સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, આ એક બાબત સકારાત્મક જોવા મળી રહી છે. દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એક વાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ હવે લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. તે જોતા દેશમાં કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેમજ દિન પ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે.

Untitled 38 પરપ્રાંતિય મજૂરોનું પલાયન શરૂ થયા બાદ રાહુલ ગાંધીએ સરકારને કરી આ માંગ