Not Set/ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળના વિસ્તરણ પર ભાજપનો હુમલો, કહ્યું – આ પિતા અને પુત્રની સરકાર છે 

ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળના વિસ્તરણ પર ભાજપે હુમલો કરતાં  કહ્યું કે  આ પિતા અને પુત્રની સરકાર છે, સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ સોમવારે કેબીનેટ પ્રધાનની શપથ લીધા છે.  આના પર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની નિંદા કરતાં ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે એક દીકરાએ તેમના પિતાને ટેકો આપવા માટે  પોતાના વિચારો […]

Top Stories India
thequint 2019 12 74a9928c 9618 4695 873b 5f995bbec193 thumbnail 30121 pti12 30 2019 000101b ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળના વિસ્તરણ પર ભાજપનો હુમલો, કહ્યું - આ પિતા અને પુત્રની સરકાર છે 

ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળના વિસ્તરણ પર ભાજપે હુમલો કરતાં  કહ્યું કે  આ પિતા અને પુત્રની સરકાર છે, સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ સોમવારે કેબીનેટ પ્રધાનની શપથ લીધા છે.  આના પર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની નિંદા કરતાં ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે એક દીકરાએ તેમના પિતાને ટેકો આપવા માટે  પોતાના વિચારો સમાપ્ત કર્યા.

મુંબઈ ભાજપએ શિવસેનાના વડા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કેબિનેટ વિસ્તરણમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરેનો સમાવેશ કરવા પર નિશાન સાધ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે આ એક પિતા-પુત્રની સરકાર છે. આ લોકોની સરકાર નથી. પૂર્વ મંત્રી મુનગંટીવારે કહ્યું કે જો આજે આ વિસ્તરણ ન થયું હોત તો તેમના મંત્રીઓમાં અસંતોષ વધ્યો હોત. કેટલાક મંત્રીઓએ તેમના સંબંધિત વિભાગોમાં ‘હું પ્રધાન બનું છું’ તેવી ઘોષણા કરી હતી.

આ સરકારનો આધાર છેતરપિંડી છે

આદિત્ય ઠાકરે પ્રધાન બનવાના સવાલ પર ભાજપ નેતાએ કહ્યું કે આ અગાઉથી નક્કી જ હતું.  ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લેતા ભાજપ નેતાએ કહ્યું કે એક દીકરાએ તેના પિતાને ટેકો આપવા માટેના વિચારો સમાપ્ત કર્યા. આ સરકારનો આધાર છેતરપિંડી છે. મુંબઇમાં હોવા છતાં સમારોહમાં ન આવવા પર મુનગંટીવારે કહ્યું, ‘અમને કોઈ આમંત્રણ મળ્યું નથી, ન કોઈ ફોન આવ્યો હતો. અમે તેમને એક પત્ર લખ્યો અને તેમને શુભેચ્છાઓ આપી. મેં દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી. તેમને  પણ આમંત્રણ અપાયું ન હતું.

30 ડિસેમ્બરે મહારાષ્ટ્ર મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારમાં એનસીપીના નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનામાં બીજી વખત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. અગાઉ, તેમણે ભાજપ સાથે હાથ મિલાવી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી બળવો કર્યો હતો અને 23 નવેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે, દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીવાળી સરકાર પડતાં તેમણે 26 નવેમ્બરના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.