chandrayaan3/ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય સાથે ચંદ્રયાન-3નું ઐતિહાસિક સફળ લેન્ડિંગ નિહાળ્યું

ભારતની ઐતિહાસિક ચંદ્રયાન3ની લેન્ડિગની પ્રક્રિયા રાજયના ગૃહમંત્રી સહિત પોલીસ વડા વિકાસ સહાય સહિત અધિકારીઓએ એક સાથે માણી હતી. 

Top Stories Gujarat
8 3 ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય સાથે ચંદ્રયાન-3નું ઐતિહાસિક સફળ લેન્ડિંગ નિહાળ્યું

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ત્રિનેત્ર, પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી ચંદ્રયાન -૩નું ઐતિહાસિક સફળ લેન્ડિંગ નિહાળ્યું. ભારતની ઐતિહાસિક ચંદ્રયાન3ની લેન્ડિગની પ્રક્રિયા રાજયના ગૃહમંત્રી સહિત પોલીસ વડા વિકાસ સહાય સહિત અધિકારીઓએ એક સાથે માણી હતી.

ઉલ્લેખનીય છે કેચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યુલ (LM) એ બુધવારે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. હકીકતમાં, ભારત પૃથ્વીના એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરનાર ચોથો દેશ બન્યો છે. અગાઉ અમેરિકા, પૂર્વ સોવિયત સંઘ અને ચીન ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી ચૂક્યા છે, પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર તેમનું ‘સોફ્ટ લેન્ડિંગ’ થયું નથી.સેમી-કન્ડક્ટર લેબોરેટરી (એસસીએલ), મોહાલી, ચંદીગઢમાં ડિઝાઇન કરાયેલ સ્વદેશી રીતે વિકસિત ‘વિક્રમ પ્રોસેસર’ (લોન્ચ વ્હીકલમાં નેવિગેશન કંટ્રોલ માટે) અને ‘ઇમેજ કન્ફિગ્યુરેટર’ (લેન્ડરમાં કેમેરા દ્વારા કેપ્ચર થયેલી ઇમેજ પર પ્રક્રિયા કરવા માટે) અને બિલ્ટનો ભાગ છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચાર વર્ષમાં તેના બીજા પ્રયાસમાં રોબોટિક ચંદ્ર રોવરને સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2 પછીનું મિશન છે. તે ચંદ્ર પર પ્રવાસ કરશે અને તે જગ્યાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. ચંદ્રયાન-2 મિશન 7 સપ્ટેમ્બર, 2019 ના રોજ ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા દરમિયાન નિષ્ફળ ગયું હતું જ્યારે તેનું લેન્ડર ‘વિક્રમ’ બ્રેક સિસ્ટમની નિષ્ફળતાને કારણે ચંદ્રની સપાટી પર તૂટી પડ્યું હતું. ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું.