Stock Market/ શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે શરૂઆત જોવા મળી, BLS E-Services નો IPO ખુલતાની સાથે તૂટી પડ્યા રોકાણકારો

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 13 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના લાભકર્તાઓમાં ટાટા મોટર્સ 2.33 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.40 ટકા ઉપર છે.

Top Stories Business
YouTube Thumbnail 78 1 શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે શરૂઆત જોવા મળી, BLS E-Services નો IPO ખુલતાની સાથે તૂટી પડ્યા રોકાણકારો

શેરબજારની ગતિ હજુ પણ ધીમી છે અને ગઈકાલે જોવા મળેલો તીવ્ર ઘટાડો આજે પણ ચાલુ છે. બેન્ક નિફ્ટીમાં નબળાઈ સહિત કેટલાક આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારની શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 71000ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો છે. BSE સેન્સેક્સ 66.86 પોઈન્ટના ઘટાડા સાથે 71,073 ના સ્તર પર ખુલ્યો. શેરબજારમાં સેન્સેક્સ ગઈકાલના ભારે ઘટાડામાંથી રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ બજાર ખુલતાની સાથે જ તે લગભગ 250 પોઈન્ટ ઘટીને 71 હજારની નીચે ગયો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 34.85 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઘટાડા સાથે 21,487 ના સ્તર પર ખુલ્યો હતો.

આજે શેરબજારમાં BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 13 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના લાભકર્તાઓમાં ટાટા મોટર્સ 2.33 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.40 ટકા ઉપર છે. ટાટા સ્ટીલમાં 0.97 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.77 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ 0.75 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ પણ 0.75 ટકાનો વધારો દર્શાવે છે.

ડિજિટલ સેવા પૂરી પાડતી કંપની BLS E-Services નો IPO ખુલતાની સાથે જ રોકાણકારો તૂટી પડ્યા હતા. ગતરોજ 30 જાન્યુઆરીના રોજ IPO ખૂલ્યો હતો. શેરબજારમાં આઈપીઓ ખૂલ્યાની ગણતરીની મિનિટોમાં રિટેલ રોકાણકારોએ વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ IPOમાં, કંપનીએ રિટેલ રોકાણકારો માટે 10 ટકા, લાયક સંસ્થાકીય ખરીદદારો માટે 75 ટકા અને ઉચ્ચ નેટ વ્યક્તિઓ માટે 15 ટકા અનામત રાખ્યા છે. BLS ઈ-સર્વિસીસે કંપનીની પ્રાઇસ બેન્ડ રૂ. 129 થી રૂ. 135 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. આ IPOમાં રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 108 શેરની લોટ સાઈઝ પર બિડ કરી શકે છે. બિડિંગ વધુમાં વધુ 13 લોટ એટલે કે 1404 શેર પર કરી શકાય છે. રોકાણકારો આમાં પહેલી ફેબ્રુઆરી સુધી બિડ કરી શકે છે. શેરની ફાળવણી 2 ફેબ્રુઆરીના રોજ થશે. જે રોકાણકારોને શેર નહિ લાગ્યા હોય તેમને 5 જાન્યુઆરીએ તેમનું ભંડોળ પાછું મળશે. 5મી ફેબ્રુઆરીના રોજ ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 6 ફેબ્રુઆરીએ થશે.


આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર/અયોધ્યાને મળી નવી આઠ ફલાઇટ,આ શહેરોમાંથી નિયમિત ફલાઇટ ઉડાન ભરશે

આ પણ વાંચો:INDIAN NAVY/ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન,શ્રીલંકાના જહાજને ચાંચિયાઓથી બચાવ્યું

આ પણ વાંચો:મદ્રાસ હાઇકોર્ટ/મંદિર બહાર બોર્ડ લગાવી દો, ગેરહિન્દુઓનો પ્રવશે પ્રતિબંધ- મદ્રાસ હાઇકોર્ટ