Not Set/ શેરની જેમ સોના ચાંદીનું કરી શકશો ખરીદ વેચાણ,સોમવારથી શુક્રવાર સુધી થશે ટ્રેડિંગ

સેબી દ્વારા તૈયાર કરવામાં આવેલ ગોલ્ડ એક્સચેન્જની બ્લુપ્રિન્ટ મુજબ, ફિઝીકલી  સોનું જમા કરાવવા પર ઈલેક્ટ્રોનિક રસીદ આપવામાં આવશે. આ રસીદ ગોલ્ડ એક્સચેન્જ પર ટ્રેડ થશે. 

Business
gold silver trading

હવે તમે શેરની જેમ સોનાની ખરીદી અને વેચાણ કરી શકશો. તેનો વેપાર સોમવારથી શુક્રવાર સુધી રહેશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ સંબંધમાં ગાઈડલાઈન જાહેર કરી છે. આ હેઠળ, શેરબજાર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ સેગમેન્ટમાં સવારે 9 થી 11.55 વાગ્યા સુધી ટ્રેડિંગ સમયમર્યાદા નક્કી કરી શકે છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ શેરબજારમાં EGR ના ટ્રેડિંગ, વ્યવહારો પર વસૂલાતા ચાર્જ, જથ્થાબંધ સોદા, કિંમત શ્રેણી, રોકાણકાર સુરક્ષા ફંડ અને રોકાણકાર સેવા ભંડોળની જોગવાઈઓ સંબંધિત વિવિધ પાસાઓની વિગતો પોતાના પરિપત્રની અંદર આપી છે.

સોનું જમા કરાવવા પર મળશે ઈલેક્ટ્રોનિક રસીદ

પરિપત્ર મુજબ, EGR વ્યવહારો પર સ્ટોક એક્સચેન્જો દ્વારા વસૂલવામાં આવતા વ્યાજબી શુલ્ક રાખવાની જવાબદારી એક્સચેન્જની રહેશે જેથી રોકાણકારોના હિતને અસર ન થાય. સેબી દ્વારા તૈયાર કરવામાં આવેલ ગોલ્ડ એક્સચેન્જની બ્લુપ્રિન્ટ મુજબ, ફિઝીકલી  સોનું જમા કરાવવા પર ઈલેક્ટ્રોનિક રસીદ આપવામાં આવશે. આ રસીદ ગોલ્ડ એક્સચેન્જ પર ટ્રેડ થશે. આ ઈલેક્ટ્રોનિક રસીદ સબમિટ કરીને ફિઝીકલી સોનાની ડિલિવરી પણ લઈ શકાય છે.

તો આવી રીતે ખુલશે ગોલ્ડ એક્સચેન્જ સંચાલનનો રસ્તો

માર્કેટ રેગ્યુલેટરે 28 સપ્ટેમ્બર 2021ના રોજ ગોલ્ડ એક્સચેન્જ સેબી રેગ્યુલેશન્સ 2021ના માળખાને મંજૂરી આપી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2021માં સિક્યોરિટી કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 હેઠળ EGRને સુરક્ષા તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું. આનાથી ભારતમાં ગોલ્ડ એક્સચેન્જના સંચાલનનો માર્ગ મોકળો થયો. આ પછી, ભારતમાં ગોલ્ડ એક્સચેન્જના સંચાલન માટે ફ્રેમવર્ક પણ જારી કરવામાં આવ્યું હતું.

EGR ટ્રેડિંગની મહત્વની વાતો

  • પરિપત્ર જણાવે છે કે સ્ટોક એક્સચેન્જ સવારે 9:00 થી 11:30/11:55 વાગ્યાની સમયમર્યાદામાં તેમના ટ્રેડિંગ કલાકો નક્કી કરી શકે છે.
  • ટ્રેડિંગ હોલિડે તમામ સ્ટોક એક્સચેન્જો દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવશે. જો બજારો આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લી હોય તો એક્સચેન્જો સાંજના 5:00 વાગ્યા પછી સત્રમાં ટ્રેડિંગની મંજૂરી આપી શકે છે.
  • પ્રી-ઓપન સેશન સવારે 8:45 થી સવારે 9:00 સુધી 15 મિનિટ માટે રહેશે. જેમાં ઓર્ડર એન્ટ્રી, ઓર્ડરમાં ફેરફાર, ઓર્ડર કેન્સલેશન માટે 8 મિનિટ અને ઓર્ડર મેચિંગ અને ટ્રેડ માટે 4 મિનિટનો સમય આપવામાં આવશે. પ્રી-ઓપન સત્રની બાકીની 3 મિનિટ સામાન્ય બજારમાં ટ્રાન્સમિશન સુવિધા માટેનો બફર સમયગાળો હશે.
  • ઓર્ડર એન્ટ્રીની છેલ્લી એક મિનિટ દરમિયાન સત્ર રેન્ડમલી બંધ થઈ જશે. આનો અર્થ એ છે કે પ્રવેશની 7મી અને 8મી મિનિટની વચ્ચે ગમે ત્યારે ઓર્ડર બંધ થઈ જશે.