Not Set/ નાની બચત યોજનાઓ પર નક્કી થયા વ્યાજ દરો, જાણો કેટલો મળશે ફાયદો

નાની બચત યોજનાઓ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા વાળા લોકોને આવનારા ત્રિમાસિક ગાળામાં વધારે વ્યાજ નહિ મળે. કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે આ યોજનાઓ પર મળતા વ્યાજમાં કોઈ બદલાવ કર્યો નથી. જણાવી દઈએ કે નાની બચત યોજનાઓ માટે દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. નાણા મંત્રાલયે આ […]

Top Stories India Business
Provident Fund નાની બચત યોજનાઓ પર નક્કી થયા વ્યાજ દરો, જાણો કેટલો મળશે ફાયદો

નાની બચત યોજનાઓ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા વાળા લોકોને આવનારા ત્રિમાસિક ગાળામાં વધારે વ્યાજ નહિ મળે. કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે આ યોજનાઓ પર મળતા વ્યાજમાં કોઈ બદલાવ કર્યો નથી.

જણાવી દઈએ કે નાની બચત યોજનાઓ માટે દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. નાણા મંત્રાલયે આ સંબંધમાં એક સુચના જાહેર કરતા જણાવ્યું કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2018 માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

money 2724241 1920 નાની બચત યોજનાઓ પર નક્કી થયા વ્યાજ દરો, જાણો કેટલો મળશે ફાયદો

 

આ સુચના મુજબ પાંચ વર્ષની સીનીયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ પર હાલમાં 8.3 ટકા જ વ્યાજ મળતું રહેશે. જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ દરેક ત્રિમાસિક ગાળામાં વ્યાજ ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત સેવિંગ ડીપોઝીટ પર વ્યાજ દર ૪ ટકા વાર્ષિક જ રાખવામાં આવ્યા છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિંગ સર્ટીફીકેટ પર 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળતું રહેશે. જયારે કિસાન વિકાસ પત્રની વાત કરીએ તો, આના પર 7.3 ટકા વ્યાજ મળતું રહેશે.

SME funding 10 e1530704750838 નાની બચત યોજનાઓ પર નક્કી થયા વ્યાજ દરો, જાણો કેટલો મળશે ફાયદો

સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.1 ટકા વ્યાજ મળતું રહેશે. જયારે 1 થી 5 વર્ષની ટર્મ ડીપોઝીટ પર 6.6 થી 7.4 ટકા વ્યાજ મળશે. 5 વર્ષની રીકરીંગ ડીપોઝીટ પર 6.9 ટકા વ્યાજ મળશે.

આ સાથે જ નાણા મંત્રાલયે જણાવ્યું કે નાની બચત યોજનાઓને ગવર્મેન્ટ બોન્ડ યીલ્ડ સાથે જોડવામાં આવશે.