Not Set/ હિમાચલ પ્રદેશ : સેનાના જવાને પોતાના ૨ સાથીઓને ગોળી મારી પોતે કરી આત્મહત્યા

ધર્મશાળા, હિમાચલ પ્રદેશમાં ધર્મશાળાના સેનાના એક જવાને પોતાના બે સાથીઓને ગોળી મારી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ધર્મશાળાની છાવણીમાં થઇ છે. કાંગડા પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે આર્મી જવાન ૧૮ શીખ રેજીમેન્ટમાં હતો. રાત્રે આરોપીએ પોતાના મગજ પર કાબુ ખોઈ દીધો હતો અને રાત્રે આ ઘટના બની હતી. વધુમાં […]

Top Stories India Trending
si હિમાચલ પ્રદેશ : સેનાના જવાને પોતાના ૨ સાથીઓને ગોળી મારી પોતે કરી આત્મહત્યા

ધર્મશાળા,

હિમાચલ પ્રદેશમાં ધર્મશાળાના સેનાના એક જવાને પોતાના બે સાથીઓને ગોળી મારી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ધર્મશાળાની છાવણીમાં થઇ છે.

કાંગડા પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે આર્મી જવાન ૧૮ શીખ રેજીમેન્ટમાં હતો. રાત્રે આરોપીએ પોતાના મગજ પર કાબુ ખોઈ દીધો હતો અને રાત્રે આ ઘટના બની હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આશરે ૨ : ૧૫ વાગ્યે છાવણીમાંથી ગોળીનો અવાજ આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે જવાન જસવીર સિંહે પોતાને ગોળી માર્યા પહેલા તેની સાથે રહેલી રાઈફલથી હવાલદાર હરદીપ સિંહ અને નાયક હરપાલ સિંહને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા.

તમને જણાવી દઈએ કે આરોપી જસવીર સિંહને સેનામાં ભરતી થયા એને હજુ એક વર્ષ જ થયું હતું જયારે મૃત્ય પામેલા હરદીપ સિંહ અને હરપાલ સિંહને ૨૩ વર્ષ અને ૧૮ વર્ષ સુધી દેશની સેનામાં સેવા આપી હતી.

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે જસવીર સિંહે શા માટે આવું પગલું ભર્યું તેની જાણકારી હજુ સુધી મળી ચુકી નથી. મિલેટ્રી એજન્સી અને કાંગડા પોલીસ હાલ આ મામલા પર તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાંગડા પોલીસે ત્રણેય જવાનોની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.