Not Set/ એરહોસ્ટેસ સાથે કરાયુ સામૂહિક દુષ્કર્મ, એરલાઇનનાં સિક્યુરિટી અધિકારીની થઇ ધરપકડ

દેશમાં દુષ્કર્મનાં કિસ્સાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. જે દેશમાં રહેલા અમુક લોકોની માનસિકતાને કઇક હદ સુધી દર્શાવે છે. જાણીતી એરલાઈનની 25 વર્ષીય એરહોસ્ટેસ સાથે સોમવારે મુંબઇનાં ફ્લેટમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે પોલીસે આ કેસમાં સહ-કાર્યકરની ધરપકડ કરી હતી. જેને અદાલતે 10 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. મહિલાની ફરિયાદનાં આધારે જે ફ્લેટમાં તેની […]

Top Stories India
Gangrape 1 620x400 1 એરહોસ્ટેસ સાથે કરાયુ સામૂહિક દુષ્કર્મ, એરલાઇનનાં સિક્યુરિટી અધિકારીની થઇ ધરપકડ

દેશમાં દુષ્કર્મનાં કિસ્સાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. જે દેશમાં રહેલા અમુક લોકોની માનસિકતાને કઇક હદ સુધી દર્શાવે છે. જાણીતી એરલાઈનની 25 વર્ષીય એરહોસ્ટેસ સાથે સોમવારે મુંબઇનાં ફ્લેટમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે પોલીસે આ કેસમાં સહ-કાર્યકરની ધરપકડ કરી હતી. જેને અદાલતે 10 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. મહિલાની ફરિયાદનાં આધારે જે ફ્લેટમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયો, ત્યા ત્રણ લોકો રહેતા હતા અને ઘટના સમયે ત્યા એક મહિલા પણ હાજર હતી.

આરોપીનું નામ સ્વપ્નિલ બદોનિયા છે, તે 23 વર્ષનો છે. પોલીસે તેની બુધવારે ધરપકડ કરી હતી. તે ફરિયાદીને જાણે છે અને તે જ એરલાઇનનાં સુરક્ષા વિભાગમાં કામ કરે છે. બે વધુ વ્યક્તિઓની ભૂમિકા હાલમાં તપાસ હેઠળ છે. એમઆઈડીસી પોલીસ સ્ટેશનનાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક નિતિન અલકનુરે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. અલકનુરે કહ્યું, ‘અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, બદોનિયા એકમાત્ર વ્યક્તિ છે જેણે તેના પર બળાત્કાર કર્યો હતો. બંને રૂમમેટની ભૂમિકા હાલમાં તપાસ હેઠળ છે. પોલીસે જણાવ્યા મુજબ, આ બનાવ સોમવારે થયો હતો જ્યારે ફરિયાદી હૈદરાબાદથી મુંબઇ પહોચી હતી. તે સાંજે સાત વાગ્યે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પહોચી. અહીં, તેને બદોનિયા મળ્યો જે તે જ એરલાઇનમાં સુરક્ષા અધિકારી તરીકે કામ કરે છે.

પોલીસનું કહેવુ છે કે બદોનિયા અને પીડિતા એક જ કારમાં એરપોર્ટ પરથી નીકળી ગયા હતા અને તેણે તેને મલાડનાં એક મોલમાં ઉતારી દીધો, અને પોતે આગળ વધી. પોલીસ અધિકારીએ કહ્યું કે તે ઘરે ગઇ અને તેણે પોતાનો સામાન રાખ્યો અને પછી તે મોલ આવી જ્યાં આરોપી તેની રાહ જોઇ રહ્યો હતો. તે પછી તે બંન્ને બારમાં ગયા. ત્યા તે બંન્નેએ ત્યા સુધી દારૂ પીધો જ્યા સુધી બાર બંધ ન થયો. પોલીસ જણાવે છે કે બદોનિયાનાં જણાવ્યા અનુસાર ભોગ બનેલી પીડિતા એટલું બધુ પીધું હતું કે તેણે તેને ઘરે મોકલવાને બદલે હોટેલમાં ચેક ઇન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની સ્થિતિ જોઈને તેઓને ચેક ઇન કરવાની મંજૂરી ન અપાઇ. ત્યારબાદ આરોપીએ તેને પોતાના ફ્લેટમાં જવાની સલાહ આપી જ્યા તે બે લોકો સાથે રહે છે.

ફરિયાદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તે મને તેના અંઘેરી (પૂર્વ)માં આવેલા ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેના બે રૂમમેટ અને એક મહિલા હાજર હતી. મારી સ્થિતિનો લાભ લઈને, તેઓએ એક પછી એક મારી સાથે દુષ્કર્મ કર્યુ અને મને ખૂબ મારી. ‘ સુત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે તે 10 વાગ્યે ઉઠી ત્યારે તેની આંખો અને ખભા પર ઈજાનાં ચિહ્નો દેખાયા. પોલીસે કહ્યું કે જ્યારે પીડિતાએ બદોનિયાને પૂછ્યું,  ત્યારે તેણે દાવો કર્યો કે તે દારૂ પીધેલી હાલતમાં હતી, તેથી તેને કંઈ જ યાદ નથી. જ્યારે તેણે બીજી સ્ત્રીને પૂછ્યું, તેણે જવાબ આપવાનો ઇનકાર કર્યો. અધિકારીએ કહ્યું, “પીડિતાનાં પિતા પૂરી રાત તેને ફોન કરતા રહ્યા પણ તેણે ફોન ઉઠાવ્યો નહી. એક મિત્રએ તેને જોગેશ્વરી નજીક મેકડોનાલ્ડ ખાતે બદોનિયા સાથે જોયો હતો.’

પીડિતાનો એક મિત્ર તેને ઘરે લઈ ગયો અને જ્યારે તેના પિતાએ તેને ઈજાનાં ચિહ્નો વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે બદોનિયાએ તેની સાથે દુષ્કર્મ કર્યો છે. પિતા તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેણે શરીરનાં દુઃખાવાની ફરિયાદ કરી અને આખી ઘટનાને વિશે કહ્યુ. ત્યારબાદ હોસ્પિટલનાં અધિકારીઓએ એમઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરી.