Not Set/ રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને કાર લોનનો બોજ થશે ઓછો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી(MPC)એ 6-0નાં મત સાથે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે પોલિસીનું સ્ટેન્ડ ન્યૂટ્રલથી બદલીને અકોમોડેટીવ કર્યું છે. ઘટી રહેલ વિકાસ દર અને કાબુ હેઠળ જોવા મળી રહેલ મોંઘવારી દરને જોતાં દેશની મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ 6%થી ઘટીને 5.75% કરવામાં આવ્યા છે. […]

Top Stories Business
rbi54 155484 730x419 m રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને કાર લોનનો બોજ થશે ઓછો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી(MPC)એ 6-0નાં મત સાથે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે પોલિસીનું સ્ટેન્ડ ન્યૂટ્રલથી બદલીને અકોમોડેટીવ કર્યું છે. ઘટી રહેલ વિકાસ દર અને કાબુ હેઠળ જોવા મળી રહેલ મોંઘવારી દરને જોતાં દેશની મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ 6%થી ઘટીને 5.75% કરવામાં આવ્યા છે. આ તમારા હોમ લોન, કાર લોનનાં બોજને ઘટાડશે.

Home loans રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને કાર લોનનો બોજ થશે ઓછો

નિષ્ણાંતો એવું માનતા હતા કે કેંન્દ્રિય બેન્ક સસ્તા લોન દ્વારા બજારમાં પ્રવાહિતા વધારીને મધ્યસ્થ અર્થતંત્રને વેગ આપવાનો પ્રયત્ન કરશે. વર્ષ 2018-19નાં નાણાકીય વર્ષનાં ચોથા ક્વાર્ટરમાં, આર્થિક વિકાસ દર પાંચ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે, જેના સંદર્ભમાં રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કાપ મૂકવાની સંભાવનાઓ વધી છે.

rbi kwDF રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને કાર લોનનો બોજ થશે ઓછો

રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની એમપીસીની ત્રણ-દિવસીય બેઠક 4 જૂનથી શરૂ થઈ હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરનાં સંશોધન અહેવાલમાં એમ પણ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કને વ્યાજ દરોમાં 0.25% થી વધુ કાંપ કરવાની જરૂર રહેશે, જેથી અર્થતંત્રમાં સુસ્તતાંને અટકાવી શકાય.

Flickr e1442903646903 રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને કાર લોનનો બોજ થશે ઓછો

આર્થિક પ્રવૃત્તિઓમાં આવેલી મંદી અને વર્ષ 2018-19નાં છેલ્લા ત્રિમાસિકમાં, જીડીપી વૃદ્ધિદર 5.8% ની નીચી સપાટીએ પહોચવાનાં કારણે, ભારતીય રિઝર્વ બેન્ક સિસ્ટમમાં પ્રવાહિતા વધારવા માટે પોલિસી રેટમાં અડધા ટકા સુધી ઘટાડો કરી શકે છે.