Actor Salman Khan/ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બિહારના બે શુટરો કચ્છમાંથી ઝડપાયા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના માતાના મઢમાંથી ધરપકડ કરી છે.

Top Stories Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 67 સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બિહારના બે શુટરો કચ્છમાંથી ઝડપાયા

@મહેન્દ્ર મારૂ

Bhuj News: ગત રવિવારની પરોઢે 5 વાગે બે અજાણ્યો શખ્સોએ મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ગેલેક્સી આવાસ પર ફાયરિંગ કર્યુ હતું જેને લઈ મુંબઈ પોલીસે સીસીટીવીના આધારે બન્ને શુટરોની શોધખોળ આદરી કચ્છના માતાના મઢમાંથી બન્ને શુટરોને ઝડપી પાડ્યા છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના માતાના મઢમાંથી ધરપકડ કરી છે. હવે બંને આરોપીઓને ગુજરાતથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યાં છે. મુંબઈ પોલીસની ટીમે ગુજરાત આવીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહ ગામના રહેવાસી છે. આ બંને સામે અગાઉ પણ ચોરી, ચેઈન સ્નેચિંગ જેવા ગુના નોંધાયેલા છે.

જાણવા મળતી વિગતો મુજબ આ કેસમાં મુંબઈ પોલીસે પનવેલમાંથી બે લોકોની અટકાયત પણ કરી હતી. આ બંનેએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા શૂટરોને સેકન્ડ હેન્ડ બાઇક વેચી દીધી હતી. સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં જ છે, તેથી હવે પોલીસ એ પણ શોધી રહી છે કે શું શુટરોએ સલમાનના ફાર્મહાઉસને પણ નિશાન બનાવવા હતા ? મુંબઈ પોલીસની ટીમ 5 રાજ્યોમાં શૂટરોને શોધી રહી હતી. ત્યારે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાના યાત્રાધામ માતાના મઢના પરિસરમાંથી ગત રાત્રે આ બંને આરોપીઓની પશ્ચિમ કચ્છ એલસીબીએ ધરપકડ કરી હતી. હવે તેને મુંબઈ ક્રાઇમ બ્રાંચને સોપવાની તૈયારી ચાલી રહી છે, આ બન્ને શુટરોને લઇ જઇ મુંબઈમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ

આ પણ વાંચો:કેસર કેરીથી જાણીતા આ જીલ્લાના રાજકારણની આ છે ખાસીયત,વાંચો મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ

આ પણ વાંચો:વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી