Elections/ અહેમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની સીટ ખાલી, ગુજરાતમાં આ તારીખે થઈ શકે છે ચૂંટણી

કોંગ્રેસના ‘ચાણક્ય’ અને સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકાર અહેમદ પટેલના નિધન બાદ તેમની ખોટ પાર્ટીને કાયમ રહેશે. આટલું જ નહીં, રાજ્યસભામાં પણ કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે.

Top Stories Gujarat Others
a 277 અહેમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની સીટ ખાલી, ગુજરાતમાં આ તારીખે થઈ શકે છે ચૂંટણી

કોંગ્રેસના ‘ચાણક્ય’ અને સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકાર અહેમદ પટેલના નિધન બાદ તેમની ખોટ પાર્ટીને કાયમ રહેશે. આટલું જ નહીં, રાજ્યસભામાં પણ કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે. ત્યારબાદ હવે, અહેમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની ખાલી પડેલી એક બેઠક પર 14મી ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ શકે તેવી સુત્રો તરફથી માહિતી મળી રહી છે. આ સમયમાં બિહારમાં 14મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ વહેલી તકે આ ચૂંટણી કરાવવાના મૂડમાં છે.

આપણે જણાવી દઈએ કે, એલજેપીના સુપ્રીમો રામવિલાસ પાસવાનનું નિધન થતાં બિહારમાં ચૂંટણી યોજાશે ત્યારે બિહાર સાથે ગુજરાતમાં પણ ચૂંટણી થાય તેવુ ભાજપ ઈચ્છે છે. આની સાથે જ ગુજરાતમાં અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજવા ભાજપે કેન્દ્રીય ચૂંટણીપંચનું ધ્યાન દોર્યુ છે.

આ પણ વાંચો : ઓવૈશીના ગઢ હૈદરાબાદમાં ઉતર્યા અમિત શાહ, રોડ શો પહેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં કરી પૂજા

આપણે જણાવી દઈએ કે, 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલના વિરુદ્ધ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં ભાજપ નિષ્ફળ નીવડ્યું હતું. જો કે હવે તેમના અવસાન બાદ આ બેઠક પર ભાજપની નજર છે. આથી જ ભાજપ દ્વારા આ રાજ્યસભા બેઠક પર ડિસેમ્બર મહિના ચૂંટણી યોજવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી છે.

વર્ષ 2017માં જ વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો. તે વખતે તેમની સામે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ભાજપે ટિકિટ આપી હતી. જો કે ચૂંટણી હાર્યા બાદ રાજપૂતે અહમદ પટેલની જીતને કોર્ટમાં પડકારી હતી અને હજુ પણ આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એકવાર બળવંતસિંહ રાજપૂતને બાકીની ટર્મ માટેની પેટાચૂંટણીમાં ઉતારી શકે છે.

આ પણ વાંચો :બારૂદી સુરંગમાં થયો વિસ્ફોટ, CRPF ના અધિકારી થયા શહીદ

ભાજપ પાસે હાલ વિધાનસભામાં 111 ધારાસભ્યો સાથેનું પૂર્ણ બહુમત છે. તેવા સંજોગોમાં ચૂંટણી આવતા જ આ બેઠક સીધી ભાજપને મળશે. કોઈ પણ તડજોડ વગર ભાજપ આ બેઠક જીતી જશે. આ પહેલા પણ વર્ષ 2016માં કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપે પોતાના દિગગજ નેતા પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલ્યા હતાં. તે જ રીતે આ વખતે પણ ભાજપ કોઈ જુના જોગીને આ પેટાચૂંટણીમાં ઉતારી શકે છે. વર્ષ 2016 થી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ રસાકસીભરી બની રહી છે. ત્યારે આ વખતની પેટા ચૂંટણીની બેઠક કોઈપણ ઉતાર-ચઢાવ વગર ભાજપને મળી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…