Gold Invest/ સોનામાં રોકાણ માટે સરકારની આકર્ષક ઓફર, આગામી સપ્તાહથી થશે શરૂઆત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 18 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ-3નું વેચાણ શરૂ કરવા જઈ રહી છે. તેની પ્રતિ ગ્રામ દરની યાદી પણ આવી ગઈ છે.

Top Stories Business
YouTube Thumbnail 13 1 સોનામાં રોકાણ માટે સરકારની આકર્ષક ઓફર, આગામી સપ્તાહથી થશે શરૂઆત

દેશમાં અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જો કે અનેક સ્થાનો પર કમૂરતાના કારણે લગ્ન જેવા શુભકાર્યો વર્જિત બન્યા છે. છતાં NRI સિઝનના કારણે લગ્નની સિઝન પૂરબહારમાં છે. લગ્નમાં મહિલાઓ સોનાના ઘરેણાં જ પહેરવાનું પસંદ કરે છે. ઘરના ફંકશનમાં હેવી ઘરેણાંનો ક્રેઝ આજે પણ જોવા મળે છે જ્યારે ફ્રેન્ડસના ફંકશનમાં યુવતીઓ લાઈટ વેઇટ સોનાની જવેલરી પહેરવાનું પસંદ કરી રહી છે.

આજકાલ સોના (gold )નો ઉપયોગ ફકત ઘરેણાં સુધી સીમિત રહ્યો નથી. આજે પણ જે લોકોને ઘરેણાંના શોખ ના હોય છતાં પણ સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. સોનાને રોકાણનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે. સરકાર રોકાણકારોની આ પસંદગીને ધ્યાનમાં રાખી આગામી સપ્તાહથી સોનામાં રોકાણ માટે નવી આકર્ષક ઓફર લાવી રહી છે. જો તમે પણ ડબલ કમાણી કરવા ઇચ્છો છો તો જરૂર સોનામાં રોકાણ કરી શકો છો. સોમવારથી ભારત સરકાર તમને સોનામાં રોકાણ માટે ખાસ તક આપવા જઈ રહી છે. આમાં, તમને 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચેની કિંમતે સોનું મળશે, તેની સાથે તમને અલગ વ્યાજ પણ મળશે અને GST પણ બચશે.

સોમવારથી સોવરિન ગોલ્ડ (gold) બોન્ડનું વેચાણ ફરી શરૂ થવા જઈ રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 18 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ-3નું વેચાણ શરૂ કરવા જઈ રહી છે. તેની પ્રતિ ગ્રામ દરની યાદી પણ આવી ગઈ છે. ડિજિટલ પેમેન્ટ કરનારાઓને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

તાજેતરમાં, દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત રૂ. 64,000 સુધી પહોંચી ગઈ છે, પરંતુ ગોલ્ડ (gold ) બોન્ડ માટે, આરબીઆઈએ પ્રતિ ગ્રામ  રૂ. 6,199નો દર રાખ્યો છે. આ સંદર્ભમાં, સોનાની કિંમત 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે છે. જ્યારે તમે ડિજિટલ પેમેન્ટ કરીને ગોલ્ડ બોન્ડ ખરીદો છો, તો સોનાની કિંમત 6,149 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ગોલ્ડ બોન્ડ વાસ્તવમાં 24 કેરેટ સોનાની કિંમતની બરાબર છે. તમે તેને પેપર ગોલ્ડ પણ કહી શકો છો.

સોનાને બદલે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું એ ‘ડબલ પ્રોફિટ’નો સોદો છે. 8 વર્ષની મેચ્યોરિટીવાળા આ બોન્ડ્સ પર તમને પ્રવર્તમાન ગોલ્ડ રેટ પ્રમાણે વળતર મળે છે. આ સિવાય તમને સરકાર તરફથી દર વર્ષે 2.5 ટકા વ્યાજ પણ મળે છે. એટલું જ નહીં, તમારે ગોલ્ડ બોન્ડની ખરીદી પર GST ચૂકવવો પડશે નહીં, જ્યારે સોનાના દાગીના પર તમારે ફ્લેટ 3 ટકાના દરે GST ચૂકવવો પડશે.