Not Set/ મતદાન કરવામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલનાં દર્દીઓએ લીધો ભાગ

ગુજરાત :  આજે ગુજરાતની 26 બેઠકો પર લોકસભાનાં ત્રીજા તબક્કામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ મતદાન કર્યુ હતુ. રાજ્યમાં ચાલી રહેલા મતદાનને લોકશાહીનાં સૌથી મોટા તહેવારની જેમ ઉજવણી કરતા અમદાવાદનાં અગ્રવાલ ફ્લેટનાં રહીશોએ લોકોને વોટ કરવા એક અનોખી અપીલ કરી હતી. ફ્લેટનાં રહીશો ઢોલ નગારા અને ગરબાનાં તાલે વોટિંગ કરવા પહોચ્યા હતા. આ અંગે […]

Ahmedabad Gujarat
pjimage 8 મતદાન કરવામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલનાં દર્દીઓએ લીધો ભાગ

ગુજરાત :  આજે ગુજરાતની 26 બેઠકો પર લોકસભાનાં ત્રીજા તબક્કામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ મતદાન કર્યુ હતુ. રાજ્યમાં ચાલી રહેલા મતદાનને લોકશાહીનાં સૌથી મોટા તહેવારની જેમ ઉજવણી કરતા અમદાવાદનાં અગ્રવાલ ફ્લેટનાં રહીશોએ લોકોને વોટ કરવા એક અનોખી અપીલ કરી હતી. ફ્લેટનાં રહીશો ઢોલ નગારા અને ગરબાનાં તાલે વોટિંગ કરવા પહોચ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા ફ્લેટનાં રહીશ અંકિત ભાવસારે જણાવ્યુ કે, અમે ચુંટણી વખતે વધુ પ્રમાણમાં લોકો મતદાન કરે તે માટે ઢોલ નગારા સાથે ગરબા કરી વોટ કરવા જઇએ છીએ. આ મતદાનમાં અમારા ફ્લેટનાં વૃદ્ધો, યુવાનો સહિતનાં લોકો હાજર રહ્યા હતા.

voter મતદાન કરવામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલનાં દર્દીઓએ લીધો ભાગ

અમદાવાદનાં લોકો પોતાની ફરજ સમજીને ખરી ગરમીમાં પણ મતદાન કરવા નિકળી રહ્યા છે. જ્યારે ઘણા સોશિયલ મીડિયામાં લોકોને વોટ કરવા નિકળવા પણ સલાહ આપી રહ્યા છે. અમદાવાદનાં વાડજમાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા નિકળી રહ્યા છે. અહી એક વ્યક્તિ જેમના બંન્ને હાથ ન હોવા છતા વોટિંગ કરવા નીકળ્યા હતા. વાડજમાં રહેતા મનજીભાઇ રામાણીએ પગ વડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ફોટોમાં તેમને જોઇને સમજી શકાય છે કે તે એક વોટની કિંમત શું છે જાણે છે.

vote with leg મતદાન કરવામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલનાં દર્દીઓએ લીધો ભાગ

ભરૂચમાં એક દુલ્હન પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોચી હતી. આ ફોટોમાં તમે જોઇ શકો છો કે પીઠી લગાવ્યા બાદ દુલ્હને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

dulhan vote મતદાન કરવામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલનાં દર્દીઓએ લીધો ભાગ

પહેલા મત બાદમાં દર્દ સમજતા આ વૃદ્ધને જોઇ લોકો ભારે સંખ્યામાં વોટ આપવા નિકળેતો કોઇ નવાઇ નહી. મતદાનને પ્રાથમિકતા આપવા આ વૃદ્ધ વીલચેર સાથે મતદાન મથકે પહોચ્યા હતા.

patient મતદાન કરવામાં લગ્નનાં માંડવાથી લઇને હોસ્પિટલનાં દર્દીઓએ લીધો ભાગ