જામનગર/ આકતમાં શોધ્યો પ્રચારનો અવસર… જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ક્રૂડ પેકેટ પર પોતાની તસવીર લગાવી કર્યો પ્રચાર.

ભાજપના જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય રિવાબા જાડેજા આ આપત્તીના સમયમાં પોતાનું બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે.

Gujarat Others Trending
Untitled 84 1 આકતમાં શોધ્યો પ્રચારનો અવસર... જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ક્રૂડ પેકેટ પર પોતાની તસવીર લગાવી કર્યો પ્રચાર.

@સલમાન ખાન 

ગુજરાતના કાંઠે ગઈકાલે રાત્રે બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું.વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે. કાંઠાના વિસ્તારોમાં ખતરાને જોતા 1 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે નેતાઓ તથા સામાજિક સંસ્થાઓ લોકોની મદદે આવી રહી છે. ત્યારે ભાજપના જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય રિવાબા જાડેજા આ આપત્તીના સમયમાં પોતાનું બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે.

બાકી જો પ્રજાના બીજા કામ કરવા હોય તો તમને લોકોને સમય નથી મળતો, પણ પોતાના પ્રચાર માટે આવા કપરા સમયને પણ તમે બહુ સારી રીતે ઉપયોગ કરો છો.અરે રે કુદરત તે ક્યાં કપરા સમય આપ્યા.આ સમય એમની નૈતિક ફરજનો છે નહીં કે આવા પોતાના પ્રચારની પબ્લિસિટી કરવાનો.

સોશિયલ મીડિયામાં તસવીર મૂકીને પછી ડિલીટ કરી…

આટલું જ નહીં રિવાબા જાડેજા દ્વારા આ તસવીર સાથેના ફૂડ પેકેટ્સની તસવીરો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવી હતી. જોકે બાદમાં પેકેટ પર પોતાની તસવીર વાળી પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાખી હતી.નોંધનીય છે કે વાવાઝોડાની આફત સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે આવી છે છતાં તેઓ પોતાનો પ્રચાર કરતી નથી, પરંતુ આવા કપરા સમયમાં પણ નેતાજીને પ્રસિદ્ધિની ભૂખ ઓછી થતી નથી.

આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી