અવસાન/ દિગ્ગજ તેલુગુ અભિનેતા ચલપતિ રાવનું હાર્ટ એટેકથી નિધન, આ કારણે 4 દિવસ પછી થશે અંતિમ સંસ્કાર

મનોરંજન જગતમાંથી ફરી એકવાર ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. બહાર આવી રહેલા સમાચાર મુજબ, દિગ્ગજ તેલુગુ અભિનેતા ચલપતિ રાવનું (Chalapathi Rao) હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

Trending Entertainment
ચલપતિ રાવનું

મનોરંજન જગતમાંથી ફરી એકવાર ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. બહાર આવી રહેલા સમાચાર મુજબ, દિગ્ગજ તેલુગુ અભિનેતા ચલપતિ રાવનું (Chalapathi Rao) હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ 78 વર્ષના હતા. તેમના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકો આઘાતમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓ સામે લડી રહ્યા હતા. તેમના નિધન પર ટોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. ચલપતિ રાવનો પુત્ર રવિ બાબુ પણ ટોલીવુડમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિગ્ગજ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું છે. ચલપતિ રાવે પણ તેમના અંતિમ સંસ્કારના 24 કલાકમાં જ દુનિયા છોડી દીધી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારના સભ્યોનું કહેવું છે કે ચલપતિ રાવના અંતિમ સંસ્કાર માટે તેમની પુત્રી રાહ જોઈ રહી છે. તેમની પુત્રી યુએસમાં રહે છે અને તેના પરત ફર્યા બાદ જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચલપતિ રાવના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના પુત્ર રવિ બાબુના બંજારા હિલ્સ સ્થિત ઘરે રાખવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો રાવના અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે.

ચલપતિ રાવનો જન્મ 1944માં આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના બલ્લીપારુમાં થયો હતો. તેમણે સિનિયર એનટીઆરના કહેવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. રાવે 1966માં આવેલી ફિલ્મ ગુડાચારી 116થી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે સિનિયર એનટીઆર, કૃષ્ણા, અક્કીનેની નાગાર્જુન, ચિરંજીવી અને વેંકટેશની ફિલ્મોમાં સહ-અભિનેતા અને વિલનની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો:રસ્તો ક્રોસ કરી રહ્યો હતો દીપડો, ટ્રકની ચપેટમાં આવતા થયું મોત

આ પણ વાંચો:કાશ્મીરમાં પંડિતોના સમર્થન મામલે આ કેન્દ્રીય મંત્રીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:PM મોદીની વર્ષની છેલ્લી ‘મન કી બાત’ આ મુદ્દા પર કરી મહત્વની વાત,જાણો તમામ વિગત