Not Set/ ‘બધાનો લાડકવાયો એવા ‘વનરાજ’ સાથે આ વિસ્તારના ખેડૂતો,માલધારીઓનો પરિવાર જેવો નાતો

અમરેલી, કહેવાય છે ને કે પ્રાણીઓ પોતાના સ્વભાવને કારણે લોકોમાં પ્રિય બનીને રહેતા હોય છે. ત્યારે જન્મથી મૃત્યુ સુધી પોતાનો કાર્યકાળ વિતાવી રહેલો “વનરાજ” ખરેખર વનરાજ બનીને રહ્યો છે. પોતાની ખુમારીને કારણે આજે પણ લોકોમાં તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. અનેક સિંહણોને માતાનુ સુખ આપી ચુકેલો આ સિંહ પરિવારિક બનીને રહ્યો છે. આમ છતા એકલતાનો […]

Top Stories Others Trending Videos
mantavya 31 ‘બધાનો લાડકવાયો એવા ‘વનરાજ’ સાથે આ વિસ્તારના ખેડૂતો,માલધારીઓનો પરિવાર જેવો નાતો

અમરેલી,

કહેવાય છે ને કે પ્રાણીઓ પોતાના સ્વભાવને કારણે લોકોમાં પ્રિય બનીને રહેતા હોય છે. ત્યારે જન્મથી મૃત્યુ સુધી પોતાનો કાર્યકાળ વિતાવી રહેલો “વનરાજ” ખરેખર વનરાજ બનીને રહ્યો છે. પોતાની ખુમારીને કારણે આજે પણ લોકોમાં તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. અનેક સિંહણોને માતાનુ સુખ આપી ચુકેલો આ સિંહ પરિવારિક બનીને રહ્યો છે. આમ છતા એકલતાનો માર્ગ પસંદ કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

‘વનરાજ’ કેમ બધાને આટલો પસંદ છે?

.. મોટા બારમણ રેવન્યુ વિસ્તાર માં આ ” વનરાજ ” નામના સિંહે બાળપણ, યુવાની, પુખ્તતા અહીં જ વિતાવી છે.

.. આ ” વનરાજ ” સિંહ આ વિસ્તારની અનેક સિંહણને માતાનું સુખ પણ આપી ચુક્યો છે.

.. આ વિસ્તારમાં મોટા ભાગના સિંહબાળનો પિતા છે આ સિંહ  ‘વનરાજ’.

..  આ વિસ્તારમાં આટલા વર્ષોથી રહેતો આ સિંહ હજુ સુધી ક્યારેય માનવ હુમલો કર્યો નથી.

.. આ સિંહની મોટી ખાસિયત એ છે કે તે પોતે ભૂખ્યો  હોઈ તો બિન જરૂરી મારણ કરતો નથી.

.. આ વિસ્તારના ખેડૂતો, માલધારીઓ અને  ‘વનરાજ ‘ નામના સિંહ વચ્ચે પરિવારનો નાતો બંધાઈ ગયો છે.

.. ગમે ત્યારે આ વિસ્તારના ખેડૂત કે માલધારી એકલા અટૂલો જતો હોય અને આ સિંહ સામે આવે તો રસ્તો આપી સિંહ દૂર ખસી જાય છે.

.. આ વિસ્તારના એક માલધારી ના આ  ” વનરાજ ” સિંહ દ્વારા અનેક વખત મહામૂલી ઘેટાં બકરાંનો શિકાર કર્યો છે છતાં હજુ સુધી વનવિભાગ પાસે થી વળતર નથી લીધું..

.. આ ” વનરાજ ”  નામના સિંહ ની ખાસિયતમાં સ્વભાવે એકદમ શાંત રહે છે અને એકલો રેહવાનું વધારે પસંદ કરે છે.

.. જ્યારે આ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા આ સિંહે ઘણા ઉતારચડાવ જોયા છે અને અન્ય વિસ્તારના આયાતી સિંહોને અહીં વધારે સમય રેહવા નથી દેતો  ” વનરાજ ” સિંહ.

દરેક જીવ માત્ર પોતાનું એક નિશ્ચિત સ્થાન નક્કી કરેલ હોઈ છે તે પછી મનુષ્ય હોઈ કે કોઈ પ્રાણી તે પોતાના ના આશિયાનામાં રેહવા માં જ મઝા અને પોતાની સલામતી સમજતા હોઈ છે ત્યારે આવો એક કિસ્સો હાલ જંગલનો ગણાતા રાજા એવા ” વનરાજ  ”  નામના સિંહની વિગતો સામે આવી છે આ સિંહની સ્ટોરી  ખેડૂત, માલધારી અને સિંહ વચ્ચે રહેલા પ્રેમ અને વિશ્વાસના પ્રતીક સમાન છે.

આ ભુડણી ગામ વિસ્તારના ખેડૂત નાજકુંભાઈ કોટિલા આ “વનરાજ ” સિંહ વિશે જણાવતા કહ્યું હતું કે આ સિંહ અવારનવાર મારી તેમજ મારા ખેતમજૂરો ને રસ્તા માં ભેગો થઈ ગયો છે પરંતુ હજુ સુધી ક્યારેય આ સિંહ દ્વારા હુમલો કરવા માં આવ્યો નથી એ ખુદ રસ્તા માં દૂર ઉભો રહી પોતાની આખો વડે તમે જતા રહો પછી હું જાવ તેવું કહેતો હોઈ એમ અમને રસ્તો આપી દે છે.

મોટા બારમણ ગામના રહીશો ” વનરાજ ” સિંહ વિશે જણાવતા કહ્યું હતું કે, ઢળતી સાંજ અને ઉગતો સુરજ અમારે આ સિંહની ડણકથી જ થઈ છે, આ સિંહ રાત આખી અમોને ” હું ” અહીં જ તમારી નજીક માં છું તેનો અહેસાસ કરાવે છે.