Not Set/ ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

વાડેકરની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ૨૦૨૧માં ટીમ કોહલીએ આ પરાક્રમ કર્યુ, પાંચ દાયકા પહેલાનો વિજય સ્પીન ત્રિપુટીના સહારે હતો તો અત્યારનો વિજય પેસ બોલરોએ અપાવ્યો

Trending Sports
ઓવલના મેદાન

ભારતીય ક્રિકેટ ટીમ (ટીમ ઈન્ડિયા) એકવાર ખરાબ રીતે હાર્યા બાદ કમબેક થવાની પરંપરા વધુ એકવાર જળવાઈ છે. તેમાંય નવા ઈતિહાસ સર્જવાની પળ સર્જવામાં પણ ટીમ ઈન્ડિયા પારંગત છે તેનો વધુ એકવાર પૂરાવો ઈંગ્લેન્ડની ટીમને તેની જ ભૂમિ પર હરાવી અને સિરિઝમાં આગળ નીકળી આપ્યો છે. એક ટેસ્ટ ડ્રો થઈ, એક જીત્યા પણ લીડઝમાં પ્રથમ દાવમાં ૭૮ રનમાં ખખડી ગયા બાદ કારમો પરાજય મળ્યો અને યજમાન ઈંગ્લેન્ડ ટીમે સિરીઝ સરભર કરી. ઓવલના મેદાન પર ચોથી ટેસ્ટમાં પ્રથમ દાવમાં ભારતીય બેટધરોએ ફરીથી શરણાગતિ સ્વીકારી હોય તેમ ૧૯૧ રનમાં ખખડી ગયા. પરંતુ ઈંગ્લેન્ડના પ્રથમ દાવ વખતે બોલરોએ પ્રમાણમાં સારો દેખાવ કર્યો અને ઈંગ્લેન્ડને ૨૯૦ રનમાં ઓલઆઉટ કરી દીધી. બીજા દાવમાં ભારેત મજબૂત રમત સાથે ૪૬૬ રનનો જૂમલો ખડકી દીધો. ૩૬૮ રનનો પડકાર ઈંગ્લેન્ડને આપ્યો અને બોલરો ફરી એકવાર વ્હારે આવ્યા અને ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆત બાદ તેનો ધબડકો કર્યો અને ૨૧૦માં તેનો વાવટો સમેટાઈ ગયો. ભારત ૧૬૭ રને જીત્યું.

હિંમતભાઈ ઠક્કર ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

ભારતને ઓવેલના ગ્રાઉન્ડ પર ૧૯૭૧ બાદ પ્રથમ વિજય મળ્યો. આ વિજય તે કોઈએકલ દોકલ ખેલાડીનો નહિ પણ સંયુક્ત ટીમવર્કનો વિજય છે. પ્રથમ દાવમાં કોહલી ૯૫) અને શાર્દુલ ઠાકુરના ૫૭ રન મુખ્ય હતાં. ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં ઓલી પોપના ૮૧ રન મુખ્ય હતાં. ક્રીસ વોક્સે પણ અર્ધી સદી ફટકારી. ભારત વતી ઉમેશ યાદવ ૩, બુમરાહે બે, શાર્દુલ ઠાકુરે ૧, સીરાઝે ૧ અને જાડેજાએ બે વિકેટ લીધી. ભારત વતી બીજા દાવમાં રોહિત શર્માના ૧૨૭, રાહુલના ૪૬, ચેતેશ્વર પુજારાના ૬૧, કોહલીના ૪૪ રન બાદ પંતના અને શાર્દુલ ઠાકુરના ૬૦ રન સાથે ઉમેશ યાદવ અને બુમરાહના અનુક્રમે ૨૫ અને ૨૫ રન સાથે ભારતે ૪૬૬ રન ખડકી દીધા. રોહિત અને પુજારા વચ્ચેની ૧૫૩ રનની ભાગીદારી તેમજ પંત ઠાકુર વચ્ચેની ૧૦૦ રનની ભાગીદારી મુખ્ય હતી. ઈંગ્લેન્ડ વતી તેના તમામ બોલરો ઝળક્યા હતાં. ક્રીસ વોક્સે પાંચ વિકેટ સાથે પોતાના આગમનને સાર્થક કર્યું. બીજા દાવમાં ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટની ૧૦૦ રનની ભાગીદારી થઈ અને જાેસેફ બર્ન્સ અને હમીદે ફરી ફીફ્ટી ફટકારી પણ પછી લાઈન લાગી ગઈ અને ૧૧૦ રમાં બાકીની ૯ વિકેટ ખડી ગઈ. સુકાની રૂટ સિવાય કોઈ રમી શક્યુ નહીં. ભારત વતી યાદવે ૩, બુમરાહે ૨, જાડેજા અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી. હીટમેન રોહિત શર્મા સદીના સહારે મેન ઓફ ધી મેચ થયો. આમ ભારત ઓવલના મેદાન પર પાંચ દાયકાથી જીત્યું નથી તે મેણું ભાંગ્યુ. કોહલી બન્ને દાવમાં રમ્યો. દિવાલ ગણાતા પુજારાએ પ્રથમ દાવમાં નિષ્ફળ જઈ બીજા દાવમાં રમવાની પરંપરા જાળવી. ઠાકુર બોલર તરીકે ટીમમાં આવ્યો પણ તેને બેટીંગ બોલીંગ બન્નેનેમાં અપેક્ષા કરતાં વધુ સારો દેખાવ કર્યો. બુમરાહે ૨૫ ટેસ્ટમાં ૧૦૦ વિકેટ પુર્ણ કરનાર કપીલદેવના વિકેટને તોડી ગુજરાતના ખેલાડીનું તરીકે ગૌરવ વધાર્યું.

ovel ground ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું
હવે ઓવેલ પર ભારત અત્યાર સુધીમાં ૧૩ મેચ રમી માત્ર એક જ જીત્યું હતું. પાંચ હાર્યુ છ ડ્રો ગઈ હતી. આની પહેલા ભારત ૧૯૭૧માં અજીત વાડેકરની ટીમ ઓવેલમાં જીતી હતી.

ovel ground 1 ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

૫૦ વર્ષ પહેલાની ઓવેલમાં ૧૯૭૧માં ૨૯મી ઓગસ્ટથી રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૫૫ રન કર્યા હતાં. જેમાં એલન નોટના ૯૦, રીચાર્ડ હટનના ૮૧, જ્હોન જેમસનના ૮૨ અને એડરીચના ૪૧ મુખ્ય હતાં. ભારત વતી સોલકરે ૩, બેદી – ચંદ્રશેખર અને વેંકટ રાઘવને ૩-૩ વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ દાવમાં ૨૮૪ રન કર્યા હતાં જેમાં વાડેકર ૪૮, દિલીપ સરદેસાઈ ૫૪ સોલ્કર ૪૪ રાઘવનના ૨૪ રન તેમજ આબીદ અલીના ૨૪ રન તેમજ આબીદ અલીના ૨૪ રન મૂખ્ય હતાં. ઈંગ્લેન્ડ વતી રે ઈલીંગ વર્થે પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડના દાવ વખતે ભારતીય સ્પીનરો સામે ઈંગ્લેન્ડના બેટધરોએ શરણાગતિ સ્વીકારી હોય તેમ ૧૦૧ રનમાં ખખડી ગયું. લુકહર્સ્ટ ૩૩ સિવાય કોઈ લાંબુ ન ટકી શક્યું. ભારત વતી કાંડાના કરામતી ગુગલી કમ લેગ સ્પીનર ભગવત એસ. ચંદ્રશેખરે ૩૮ રન આપી ૬ વિકેટ ઝડપી તો ભારતે રાઘવને ૨ અને બેદીએ ૧ વિકેટ લીધી. બીજા દાવમાં જીતવા માટે ભારતને ૧૭૩ રનનો ટાર્ગેટ મળ્યો. ગાવસ્કર બીજા દાવમાં પણ નિષ્ફળ ગયો. વાડેકર ૪૫, સરદેસાઈ ૪૦, એન્જીનિયર ૨૮, વિશ્વનાથ ૩૩ના સહારે ૬ વિકેટે ૧૭૪ રન બનાવી ટાર્ગેટ સર કરી ભારતે ૧ વિ. ૦ સાથે શ્રેણી પણ જીતી લીધી.

ovel ground 2 ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

પરંતુ ત્યારબાદ ઓવલમાં રમાયેલી બધી મેચોમાં ભારતને મોટી હાર કે ડ્રો સિવાય બીજું કોઈ પરિણામ મળ્યું નહોતું. ૧૯૭૧નો વિજય અને ત્યારબાદ પરાજયની પરંપરા અને ૨૦૨૧ની વર્તમાન સીઝનમાં પ્રથમ વિજય બાદ લીડ્‌ઝમાં જે કારમો પરાજય મળ્યો ત્યારે ઘણા વિવેચકો ભારતના ખેલાડીઓ પર તૂટી પડ્યા હતા. જે રીતે ભારતે ૨૦૨૦ની ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી વખતે પરાજય બાદ કમબેક કર્યુ હતુ તે જ ઈતિહાસને ઓવેલમાં દોહરાવ્યો. વિવેચકોની ટીકાનો જવાબ બેટીંગ અને બોલીંગથી આપ્યો. ભારતના આ વિજયમાં તમામ ખેલાડીઓએ પોતાનાથી બનતું યોગદાન આપ્યું છે. તેમાંય રમતના પાંચમા દિવસે ભારતીય બોલરોએ જે આક્રમણ કર્યું તેણે ઓવેલમાં ૧૯૭૧માં રમાયેલી મેચની યાદ અપાવી દીધી. ઓવેલ ખાતે ૧૯૭૧માં ભારતની સ્પીન ત્રિપુટી ચંદ્રશેખર, રાઘવન અને બેદી અને સ્પીન કમ ફાસ્ટ બોલર એકનાથ સોલકરે કમાલ દેખાડી હતી તો આ વખતે એટલે કે ૨૦૨૧માં ભારત વતી રવિન્દ્ર જાડેજાએ ઝડપેલી ચાર વિકેટ બાદ કરીએ તો બાકીની ૧૬ વિકેટ ફાસ્ટ બોલર ચટકાવી ગયા. બુમરાહ, યાદવ મોખરે રહ્યા. ઠાકુર પણ તેની સાથે રહ્યો. ઠાકુરની બન્ને દાવમાં બેટીંગ, બોલીંગે ઈંગ્લેન્ડની કમર તોડી નાખી.

ovel ground 3 ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

આ મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી તે એક સિધ્ધી છે. તો જસપ્રીત બુમરાહે ૨૫ ટેસ્ટમાં ૧૦૦ વિકેટ ઝડપી વિશ્વના શ્રેષ્ઠ દસ બોલરોની હરોળમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ૨૦૨૧ના ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ કરેલા શાનદાર દેખાવની ઉજવણી થતી હતી ત્યારે ‘વિરાટ સેના’એ પણ અર્ધા દાયકા બાદ ઓવેલમાં યજમાન ઈંગ્લેન્ડ ટીમને હરાવી સિરિઝમાં અજેય લીડ મેળવી છે. પાંચ ટેસ્ટની સિરિઝમાં એક મેચ બાકી છે તેનું પરિણામ ગમે તે આવે પણ સિરિઝ ગુમાવવાનો ખતરો તો ટળી ગયો છે. જાે કે ઓવેલમાં મેળવેલો આત્મવિશ્વાસ ભારતને છેલ્લી ટેસ્ટમાં પણ ઉપયોગી બનેશે તે નિશ્ચિત છે.

વિશ્લેષણ / બિહારમાં જયપ્રકાશજી અને ડો.લોહિયાના વિચારોની બાદબાકી ?

વિરોધ પ્રદર્શન / અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા

Political / લો બોલો!! કુખ્યાત ગુનેગાર અતીક અહમદ અને તેમના પત્ની AIMIM માં જોડાયા