Not Set/ ટ્રંપ સરકારનો H-1B વિઝાને લઇને નિર્ણય અમેરિકાને આપી શકે છે મોટો ફટકો

H-1B વિઝાને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ તેજ થઇ છે. જેમા સૌ કોઇનું ધ્યાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર રહ્યુ છે. જો ટ્રંપ H-1B વિઝા ધારકોને અહી કામ ન કરવાનાં પોતાના નિર્ણય પર અડી રહેશે તો તેનાથી અમેરિકાને પણ મોટો ફટકો પડી શકે છે. જાણકારોની માનીએ તો આ નિર્ણય પર અડી રહેવાના કારણે અમેરિકન ટેકનોલોજી […]

Top Stories World
190715144804 donald trump 0715 exlarge 169 ટ્રંપ સરકારનો H-1B વિઝાને લઇને નિર્ણય અમેરિકાને આપી શકે છે મોટો ફટકો

H-1B વિઝાને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ તેજ થઇ છે. જેમા સૌ કોઇનું ધ્યાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર રહ્યુ છે. જો ટ્રંપ H-1B વિઝા ધારકોને અહી કામ ન કરવાનાં પોતાના નિર્ણય પર અડી રહેશે તો તેનાથી અમેરિકાને પણ મોટો ફટકો પડી શકે છે. જાણકારોની માનીએ તો આ નિર્ણય પર અડી રહેવાના કારણે અમેરિકન ટેકનોલોજી ઉદ્યોગને પ્રતિભાનાં દુકાળનો સામનો કરવો પડી શકે છે. દક્ષિણ એશિયાઇ અમેરિકન પોલિસી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સાપરી) દ્વારા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં કાર્યકાળથી જ H-1B વિઝા ધારકોનાં પતિ કે પત્નિને પણ અમેરિકામાં નોકરી કરવાની પરવાનગી આપવાની નીતિ ચાલી રહી છે. પરંતુ હવે ટ્રંપ સરકારે તેમા ઉલટફેર કરવાનું શરૂ કરી દીધુ છે.

news 20190528001251 1 ટ્રંપ સરકારનો H-1B વિઝાને લઇને નિર્ણય અમેરિકાને આપી શકે છે મોટો ફટકો

દક્ષિણ એશિયાઇ અમેરિકન પોલિસી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટએ આવા 100થી વધુ પ્રભાવિત લોકોની વચ્ચે સર્વે કર્યો. H-1 વિઝા ધારકનાં પતિ કે પત્નિનાં વિઝાને ટેકનીકલ ભાષામાં H-4 EAD વિઝા કહેવામાં આવે છે. આ વિઝાનો સૌથી વધુ ફાયદો ભારત સહિત દક્ષિણ એશિયાનાં લોકોને મળે છે. વર્ષ 1997થી 2017 વચ્ચે દક્ષિણ એશિયાનાં લોકોને H-4 EAD જારી કરવાની સંખ્યા 18,979થી વધીને 1,18,451 સુધી પહોચી ગઇ છે. ઇકોનોમિક ટાઇમ્સનાં જણાવ્યા પ્રમાણે, H-4 EAD વિઝા ધારકોમાંથી 20 ટકા લોકો કહે છે કે, નિયમમાં ફેરફાર કર્યા પહેલાં પણ તેઓને તેમના સંબંધિત ક્ષેત્રમાં નોકરી મળી ન હતી અને તેમને સલામત નોકરી માટે પોતાનું મનપસંદ ક્ષેત્ર છોડવુ પડ્યુ હતું.

નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાની ટેક ઇંડસ્ટ્રી થશે. એક સર્વેમાં હાજર 80 ટકાથી વધુ H-D EAD વિઝા ધારકોએ કહ્યુ કે, તે હવે વિદેશથી આવનાર લોકોને તે સલાહ આપશે કે તેઓ અમેરિકા ન આવે. જેના કારણે અમેરિકી ટેક ઇંડસ્ટ્રીમાં પ્રતિભાઓનો દુકાળ પડી જશે. ઉલ્લેખનીયી છે કે, સિલિકોન વૈલીની અમેરિકી ટેક ઇંડસ્ટ્રીમાં મોટા ભાગે ભારતીઓ સહિત દક્ષિણ એશિયાનાં લોકો કામ કરી રહ્યા છે અને તે આ ઇંડસ્ટ્રીનો આધાર છે. સિલિકોન વૈલીમાં શરૂ થયેલ સ્ટાર્ટ-અપનો લગભગ 25 ટકા હિસ્સો પ્રવાસીઓ દ્વારા જ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે 75 ટકા લોકોનું કહેવુ છે કે, આનાથી અમેરિકાની તાજેતરની ઇમિગ્રેશન નીતિ પર ગંભીર ઈજા થઇ શકે છે. ઘણા લોકોનું કહેવુ છે કે, તે હવે અન્ય દેશોમાં અવસરની શોધ કરશે. સમગ્ર મામલે ટ્રંપ સરકારનાં આ કડક નિર્ણયનો આવનારા સમયમાં પૂરજોર વિરોધ થાય તો નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.