Central Home Minister/ ગૃહમંત્રી અમિત શાહે CAAનો વિરોધ કરવા મામલે રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોને  ફેંકયો પડકાર, શા માટે દેશ વિરોધી કાનૂન છે આપે જવાબ

ગૃહમંત્રી અમિતશાહે CAA કાનૂનનો વિરોધ કરવા મામલે રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યું છે. અમિત શાહે વિપક્ષી નેતાઓ પર CAA મામલે ‘તુષ્ટિકરણની રાજનીતિ’ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 03 14T114242.223 ગૃહમંત્રી અમિત શાહે CAAનો વિરોધ કરવા મામલે રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોને  ફેંકયો પડકાર, શા માટે દેશ વિરોધી કાનૂન છે આપે જવાબ

ગૃહમંત્રી અમિતશાહે CAA કાનૂનનો વિરોધ કરવા મામલે રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યું છે. અમિત શાહે વિપક્ષી નેતાઓ પર CAA મામલે ‘તુષ્ટિકરણની રાજનીતિ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. અમિતશાહે રાહુલગાંધી, મમતા, સ્ટાલિન અને વિજયન પાસે જવાબ માંગ્યો હતો કે CAA દેશ વિરોધી કાનૂન કેવી રીતે છે તેની સ્પષ્ટતા કરો. CAA લાગુ કરવાને લઈને કેટલાક સ્થાનો પર વિરોધ શરૂ થયો છે અને પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ કાયદાને તેમના રાજ્યોમાં લાગુ થવા દેશે નહીં. વધી રહેલા વિરોધને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે સ્પષ્ટપણે કહ્યું છે કે CAA બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. ઉપરાંત, માત્ર કેન્દ્ર સરકારને નાગરિકતા સંબંધિત કાયદા બનાવવા અને લાગુ કરવાનો અધિકાર છે.

રાહુલ ગાંધીને ફેંકયો પડકાર

ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે રાહુલને સ્ટેજ પર આવવા અને CAA પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું, ‘હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દે રાહુલ ગાંધીનો વિગતવાર ઇન્ટરવ્યુ કરો અને સામાન્ય જનતાને CAAનો વિરોધ કરવાનું કારણ સમજાવો. રાજકારણમાં, તમારા નિર્ણયો પર સ્પષ્ટતા આપવાની જવાબદારી તમારી છે.’ તેમણે આગળ કહ્યું, ‘જો CAA નો નિર્ણય મારી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, તો મારે મારી પાર્ટીનો અભિપ્રાય સમજાવવો પડશે. એ જ રીતે રાહુલ ગાંધીએ પણ સમજાવવું જોઈએ કે તેઓ આ કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે.

રાજ્યોને ઇનકાર કરવાનો નથી અધિકાર

પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ CAA કાનૂન ના લાગુ કરવાનું કહેતા ગૃહમંત્રી શાહે પૂછ્યું હતું કે, ‘શું રાજ્યોને તેના અમલીકરણનો ઇનકાર કરવાનો અધિકાર છે?’ તેમણે કહ્યું કે આ લોકો વિચારે છે કે તેમની પાસે અધિકાર નથી. આપણા બંધારણમાં માત્ર સંસદને જ નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કાયદો અને તેને લાગુ કરવાની સત્તા એ કેન્દ્રની સત્તા છે, રાજ્યની નહીં. અમિતશાહે કહ્યું કે CAA મોદી સરકાર લાવી છે. તેને રદ કરવું શક્ય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી તમામ રાજકીય પક્ષો સાથે આવશે અને સહકાર આપશે.

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના અમલીકરણ મામલે વિપક્ષી દળો દ્વારા વિરોધ કરવા પર ગૃહમંત્રી અમિતશાહે આકરું વલણ દર્શાવતા શા માટે વિરોધ કરવામાં આવે છે તે માટે જવાબ માંગ્યા હતા. CAA નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા બાદ ગૃહમંત્રી અમિતશાહે એક ચેનલના ઇન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કાયદો ‘મુસ્લિમ વિરોધી’ નથી. તેણે વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ CAAનો વિરોધ કરવાનું કારણ સમજાવવાની અપીલ કરી છે. કોંગ્રેસે CAA પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કાયદાના અમલના સમય પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ એક વિવાદાસ્પદ કાયદો છે, કારણ કે નાગરિકતા ક્યારેય ધર્મના આધારે નથી મળી. તેના પર શાહે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી, મમતા કે કેજરીવાલ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ જૂઠાણાની રાજનીતિ કરી રહી છે. આવી સ્થિતિમાં સમયનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ભાજપે તેના 2019ના ઢંઢેરામાં સ્પષ્ટ કર્યું હતું કે તે CAA લાવશે અને શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. ભાજપનો એજન્ડા સ્પષ્ટ છે અને તે વચન મુજબ 2019માં બંને ગૃહોમાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. કોવિડને કારણે તેમાં વિલંબ થયો હતો. ચૂંટણીમાં જનાદેશ મળતા પહેલા જ ભાજપનો એજન્ડા સ્પષ્ટ હતો.

CAA સમગ્ર દેશ માટેનો કાયદો

તેમણે કહ્યું હતું કે, ‘નિયમો હવે ઔપચારિકતા બની ગયા છે. સમય, રાજકીય લાભ કે નુકસાનનો પ્રશ્ન નથી. હવે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટબેંકને એક કરવા માંગે છે. હું તેમને વિનંતી કરું છું કે તે ખુલ્લા પડી ગયા છે. CAA સમગ્ર દેશ માટે કાયદો છે અને મેં ચાર વર્ષમાં 41 વખત પુનરોચ્ચાર કર્યો છે કે તે વાસ્તવિકતા બનશે. શાહે કહ્યું, ‘મેં તાજેતરમાં લગભગ 41 વખત કહ્યું છે કે ભારતમાં લઘુમતીઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. તે ફક્ત અત્યાચાર ગુજારાયેલા હિંદુઓ, શીખો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને પારસીઓને નાગરિકતાની ખાતરી આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ