Not Set/ ઈતિહાસમાં પહેલીવાર પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રામાં ભક્તો નથી થઇ રહ્યા સામેલ

ઓડિસાનાં પ્રખ્યાત પુરીનાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઇ છે, પરંતુ આવુ યાત્રાનાં ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ભક્તો આ ધાર્મિક યાત્રામાં ભાગ લઈ રહ્યા નથી. આ વખતે, કોરોનાવાયરસનાં કારણે લાગુ થયેલા લોકડાઉન હેઠળ સામાજિક અંતરનાં નિયમોને ધ્યાનમાં રાખીને ભક્તોને આ યાત્રામાં ભાગ લેવાની મનાઈ છે. આ સિવાય આ પહેલીવાર બન્યુ છે જ્યારે સુપ્રિમ કોર્ટમાં […]

India
2f3ad883700c025f594d34edd02c256a 1 ઈતિહાસમાં પહેલીવાર પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રામાં ભક્તો નથી થઇ રહ્યા સામેલ

ઓડિસાનાં પ્રખ્યાત પુરીનાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઇ છે, પરંતુ આવુ યાત્રાનાં ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ભક્તો આ ધાર્મિક યાત્રામાં ભાગ લઈ રહ્યા નથી. આ વખતે, કોરોનાવાયરસનાં કારણે લાગુ થયેલા લોકડાઉન હેઠળ સામાજિક અંતરનાં નિયમોને ધ્યાનમાં રાખીને ભક્તોને આ યાત્રામાં ભાગ લેવાની મનાઈ છે.

આ સિવાય આ પહેલીવાર બન્યુ છે જ્યારે સુપ્રિમ કોર્ટમાં યાત્રાને રોકવા માટે સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 18 જૂનનાં રોજ આ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સોમવારે યોજાયેલી સુનાવણીમાં તેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. પુરીની આ જગન્નાથ યાત્રા મંગળવારે સવારે શરૂ થઈ હતી, જેના માટે અહીં મોટી સંખ્યામાં પુજારી અને મંદિરનાં કાર્યકરો એકઠા થયા હતા. પરંતુ આ વખતે ભક્તો આવી શક્યા નથી. રથયાત્રા ભક્તો માટે જીવંત પ્રસારિત થવાની છે. રથયાત્રા નિમિત્તે મંદિરને શણગારવામાં આવ્યું છે, જ્યારે પૂજા શરૂ થાય તે પહેલા મંદિર સંકુલની પણ સ્વચ્છતા કરવામાં આવી છે.

રથયાત્રાની શરૂઆત દરમિયાન કેટલાક વિઝ્યુઅલ આવ્યા છે, જેમાં સ્થળ ઉપર પુજારી અને સેવાયતોની મોટી ભીડ જોવા મળી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરેલા વીડિયોમાં, જોઈ શકાય છે કે ઘણા સેવાયત ભગવાન બાલભદ્રની મૂર્તિને રથ પર લઇ જઇ રહ્યા છે. વળી અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવાન રથ પર બેઠા છે અને રથની આજુબાજુ ભીડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.