Not Set/ સુશાંત સિંહ રાજપૂતે દેશના સૈનિકોએ આ રીતે પીરસ્યું હતું જમવાનું, વિડીયો થયો વાયરલ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી તેમના ચાહકોમાં ભારે દુખ થયું છે. ગયા અઠવાડિયે તેમના અવસાનના સમાચાર આવ્યા ત્યારથી જ તેમની યાદગાર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યા છે. તેમના ચાહકો એવા વીડિયો શેર કરી રહ્યાં છે, જે જોઈને કે દરેકની આંખો નમ થઇ જાય છે. આ દરમિયાન સુશાંત સિંહ […]

Uncategorized
7a17ca57a856cab5bee65ea14bb314f6 સુશાંત સિંહ રાજપૂતે દેશના સૈનિકોએ આ રીતે પીરસ્યું હતું જમવાનું, વિડીયો થયો વાયરલ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી તેમના ચાહકોમાં ભારે દુખ થયું છે. ગયા અઠવાડિયે તેમના અવસાનના સમાચાર આવ્યા ત્યારથી જ તેમની યાદગાર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યા છે. તેમના ચાહકો એવા વીડિયો શેર કરી રહ્યાં છે, જે જોઈને કે દરેકની આંખો નમ થઇ જાય છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતનો બીજો થ્રોબેક વીડિયો સામે આવ્યો છે જે બતાવે છે કે સુશાંત એક સારા અભિનેતા હોવા સાથે આ દેશનો સાચા નાગરિક પણ હતા. આ વીડિયોમાં સુશાંત ભારતીય સૈનિકોને ભોજન પીરસતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયો સામે આવતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યો છે. સુશાંતની દેશભક્તિ, સમર્પણ અને પ્રાકૃતિકતાના વખાણ કરતાં લોકો થાકતા નથી. આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ભારતીય સૈનિકોની સેવા કરવામાં ખૂબ જ ખુશ છે.  

View this post on Instagram

Our hero #Sushantsinghrajput

A post shared by sushantsinghrajput (@sushantsinghrajpuat) on

આપને જણાવી દઈએ કે, 14 જૂનના રોજ બપોરે સુશાંતે તેના બાંદ્રા નિવાસસ્થાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જે બાદ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. સોમવારે સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનોએ બિહારના તેમના ઘરે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.

સુશાંતની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ થી અભિનય શરૂ કર્યો હતો. પરંતુ તેમને ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ થી ઓળખ મળી. આ પછી સુશાંતે 2013 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાઈ પો છે’ થી બોલિવૂડ દેવ્યું કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.