Rajkot News: રાજકોટમાં માતાપિતા માટે ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 3 વર્ષનું બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ગયું હતું. જોકે તેનો સમયસર બચાવ ન થતાં આકસ્મિક મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
શહેરમાં માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના બની છે. રાજકોટ જીલ્લાના જામનગર રોડ પર આવેલા એક સોસાયટીમાં 3 વર્ષનું બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડતા મોતને ભેટ્યો છે. માહિતી મુજબ એક એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનું આ સંતાન હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળક જીવ બચાવવા તરફડીયા મારતું હોવાનું દેખાઈ રહ્યું છે.
વ્હાલસોયા સંતાનને ગુમાવતા માતાપિતાએ આક્રંદ કર્યું છે, ઘટનાના પરિણામે પરિવારમાં શોક છવાયો છે. નાનીઅમથી ચૂક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ