Not Set/ રાજકોટ/ જિલ્લા ડેરીની ભરતી પ્રક્રિયામાં ચેરમેન સગાવાદ ચલાવી રહ્યાના આક્ષેપ

  રાજકોટ જિલ્લા ડેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કિશાન સંઘે આક્ષેપ કર્યો છે. ભરતી પ્રક્રિયામાં ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લામાં દૂધનો ભાવ પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા પૂરતા પ્રમાણમાં નથી આપવામાં આવતો. જિલ્લાના 594 ગામ પૈકી ચેરમેનના એક માત્ર સાજડીયાડી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી હોવાનો પણ આક્ષેપ પૂર્વ […]

Gujarat Rajkot
aeece9aaf1bb70795701e234879f0488 રાજકોટ/ જિલ્લા ડેરીની ભરતી પ્રક્રિયામાં ચેરમેન સગાવાદ ચલાવી રહ્યાના આક્ષેપ
 

રાજકોટ જિલ્લા ડેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કિશાન સંઘે આક્ષેપ કર્યો છે. ભરતી પ્રક્રિયામાં ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લામાં દૂધનો ભાવ પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા પૂરતા પ્રમાણમાં નથી આપવામાં આવતો.

જિલ્લાના 594 ગામ પૈકી ચેરમેનના એક માત્ર સાજડીયાડી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી હોવાનો પણ આક્ષેપ પૂર્વ ડીરેક્ટર અને કિસાન સંઘ દ્વારા લગાવામાં આવ્યો હતો. આ સમયે માલધારીઓ અને ખેડૂતોએ ચેરમેન ગોવિદભાઈ રાણપરિયા પર આક્ષેપો કર્યા હતા. રાજકોટ સહકારી ડેરીમાં અમુક ઉમેદવારોના ફોર્મ રિજેક્ટનો ચુકાદો ન આવે ત્યાં સૂધી ડેરીમાં વહીવટદારની નિમણૂક કરવા માટે કિસાન સંઘ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….